તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ટાટા ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 4 વધુ હોસ્પિટલ, દર્દીઓને કાયમી સ્વરૂપની ઉપચાર સુવિધાઓ અપાશે

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ટાટા ટ્રસ્ટ ચાર સરકારી હોસ્પિટલોની ઈમારતોમાં સુધારણા કરીને તે જગ્યા પર કોરોનાનું ઉપચાર કેન્દ્ર વિકસિત કરશે. તેમાંથી બે હોસ્પિટલ મહારાષ્ટ્ર અને બે ઉત્તર પ્રદેશમાં છે. તેમાં દાખલ દર્દીઓ અને ઓપીડીના દર્દીઓને કાયમી સ્વરૂપની ઉપચાર સુવિધાઓ અપાશે. હાલમાં કોરોનાના દરદીઓને ઉપચાર અપાશે, પરંતુ તે પછી અન્ય આરોગ્ય સેવા સુવિધા પૂરી પાડવાનું પણ ચાલુ રખાશે. ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટાએ નિવેદનમાં જાહેર કર્યા મુજબ આ કામ હાથમાં લેવાયું છે. રતન ટાટાએ નોંધ કરી છે કે આજ સુધીની સૌથી ગંભીર સમસ્યા કોરોના વિરુદ્ધ લડાઈ માટે જરૂરતો પૂરી કરવા માટે તત્કાળ આપત્કાલીન સાધનો તૈયાર કરવાની જરૂર છે.મહારાષ્ટ્રમાં આ હોસ્પિટલ સાંગલી (50 બેડ્સ), બુલઢાણા (106 બેડ્સ) ખાતે અને ઉત્તર પ્રદેશમાં ગૌતમ બુદ્ધ નગર (168 બેડ્સ) અને ગોંડા (106 બેડ્સ) ખાતે છે. ઉત્તર પ્રદેશનું ઉપચાર કેન્દ્ર એક સહયોગી સંગઠનના સહયોગથી વિકસિત કરવામાં આવી રહી છે. 15 જૂન, 2020 સુધી આ બધાં કેન્દ્રો હસ્તાંતરણ કરવાનો પ્રયાસ છે.દરેક હોસ્પિટલમાં કોટકટીના દરદીઓ માટેની સેવા, નાનાં ઓપરેશન થિયેટર, સામાન્ય પેથોલોજી, રેડિયોલોજી, ડાયાલિસિસ સુવિધા, રક્ત સંગ્રહ સુવિધા અને ટેલીમેડિસીન યુનિટ જેવી ક્ષમતા ઉપલબ્ધ કરી અપાશે.

આ હોસ્પિટલનું આધુનિકીકરણ કરવા માટે ટાટા ટ્રસ્ટ કેન્સર ઉપચાર સુવિધા નિર્માણ કરવામાં પોતાના અનુભવનો ઉપયોગ કરી રહ્યું છે અને સેવા પ્રદાતાઓને પણ જોડવામાં આવ્યા છે. બાંધકામ ટાટા પ્રોજેક્ટ્સ કરી રહી છે, જ્યારે ડિઝાઈન એડિફીસ કન્સલ્ટન્ટ્સને સોંપવામાં આવ્યું છે. બધાં ઉપકરણો અગ્રણી ઉત્પાદકો પાસેથી લેવાયાં છે.ટાટા ટ્રસ્ટે આ ત્રીજો ઉપક્રમ હાથમાં લીધો છે. ટાટા ટ્રસ્ટે સરકારોને અને અલગ અલગ હોસ્પિટલોમાં મદદ તરીકે વ્યક્તિગત સુરક્ષા સાધનો પૂરાં પાડવાની શરૂઆત કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો