તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:માલવણ હાઇવે પર અકસ્માતમાં કચ્છી પરિવારના 4 સભ્યો ગંભીર, રાપરથી લગ્નપ્રસંગ પતાવીને મુંબઇ પાછા આવી રહ્યાં હતાં

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવી મુંબઇમાં ઘણસોલીમાં રહેતા કચ્છી વાગડ લેઉઆ પાટીદાર સમાજના પરિવારને કચ્છથી મુંબઈ પાછા આવવા સમયે ગુજરાતમાં માલવણ હાઇવે પર અખીયાણા ગામ પાસે કાર પલટી ખાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાપરના શખસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ, જ્યારે નવી મુંબઇના કોપર ખૈરાણામાં રેડીમેઇડ કપડાની બે દુકાનો ધરાવતા 49 વર્ષના રાજેશભાઇ મૂળજીભાઈ બાંભણિયા (પટેલ), પત્ની વાલીબેન 40, તેમની બે દીકરીઓ 18 વર્ષની વૈશાલી અને 7 વર્ષની અર્ચના ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

કચ્છ- રાપરથી લગ્નપ્રસંગ પતાવીને મુંબઇ પાછાં આવી રહ્યાં હતાં ત્યારે કચ્છના રાપર તાલુકાના કિડીયાનગર ખાતે રહેતા મારુતિ સ્વિફ્ટ કારનો ડ્રાઈવર 19 વર્ષના હરેશભાઇ રાણાભાઇ રાઠોડ માલવણ હાઇવે પર અખીયાણા ગામ પાસે ગુરુવારે સવારે 9 વાગ્યે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર રોડ નીચે ઊતરીને પલટી ખાઇ ગઇ હતી, જેમાં હરેશભાઇ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ, જયારે રાપર તાલુકાના પીછાણા ગામના રાજેશભાઇ મૂળજીભાઇ બાંભણીયા (પટેલ)નો પરિવાર ગંભીર રીતે ઘાયલ થતાં સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયાં છે. આ ઘટનાની જાણ થતાં જ રાજેશભાઇના પાડોશી લાલજીભાઇ બૈરા મુંબઇથી સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. ગુજરાત પોલીસે આ કેસમાં અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરી રહ્યા છે.

આ ગોઝારા અકસ્માતની જાણ થતાં બજાણા પીએસઆઇ વી. એન. જાડેજા અને ભરતદાન ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતક હરેશભાઇ રાઠોડની લાશને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી દવાખાને મોકલી આપી હતી. કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ વી. એન. જાડેજા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો