તપાસ:પાલઘરના બીચ પર સ્થાનિક સહિત પિકનિક ગયેલા 4 ડૂબ્યા

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકને ઉગારી લેવાયો, જ્યારે એક હજુ લાપતા

પાલઘર તાલુકાના કેલવે બીચ પર 6 જણ દરિયામાં ડૂબી ગયા હતા જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે અને એક જણ હજુ પણ લાપતા છે. ગુરુવારે બપોરે બનેલી આ ઘટનામાં એક સ્થાનિક અને નાશિકના ત્રણ યુવાન સહિત ચાર જણનાં ડૂબીને મોત થયાં હતાં.

નાસિકમાં JEE અને NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા કોંકર એકેડમીના 29 વિદ્યાર્થીઓ અને પાંચ શિક્ષકો એક દિવસની પિકનિક કરવા ગુરુવારે બપોરે લક્ઝરી બસમાં કેલવે બીટ પહોંચ્યા હતા. દરિયાકિનારે રમતા રમતા કેટલાક લોકોને ડૂબતાં જોયા બાદ નાશિકના વિદ્યાર્થીઓ બચાવ માટે દોડી આવ્યા હતા.

દરમિયાન, આ વિદ્યાર્થીઓને સમુન્દ્રની ભરતી ઓટનો ખ્યાલ નહોતો તેના કારણે એ સમયે ભરતી ઓસરવા લાગી હતી અને અણધારી ઓટમાં પાણીના તણાવને કારણે તેઓ દરિયામાં ખેંચાઈ ગયા હતા.બીચ પર લાઈફગાર્ડ સૂરજ ટંડેલ, ભૂષણ ટંડેલ, દિલીપ ટંડેલ, શાહિર શેખ, પ્રથમેશ ટંડેલ સહિત દિલીપ ટંડેલે ડૂબતા વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનામાં કેલવા દેવીપાડામાં રહેતા અથર્વ મુકેશ નાગરે (ઉંમર 13)ની સાથે નાશિકના વિદ્યાર્થીઓ ઓમ વિસપુતે, દીપક વદક્તે અને ક્રિષ્ના શેલાર ડૂબી ગયા હતા એમ પોલીસે જણાવ્યું હતું.પાલઘરના સબ ડિવિઝનલ ઓફિસર ધનાજી તોરસકર, તહસીલદાર સુનીલ શિંદે, પોલીસ અને રેવન્યુ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને માહિમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માંટે ખસેડવામાં આવ્યા બાદ મૃતદેહોને મૃતકોના સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા, એમ અભિજિત ખંડારેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...