નિવેદન:મુંબઈમાં કેટલાક વોર્ડમાં 4 દિવસ 5 ટકા પાણી કપાત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઈનટેનન્સ અને રિપેરીંગ કામને લીધે અસર

મુંબઈમાં 24 થી 27 મે દરમિયાન સવારના 11 થી બપોરે 3 વાગ્યા સુધી 5 ટકા પાણી કપાત કરવામાં આવશે. મુંબઈ મહાપાલિકા તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. આ નિવેદન થકી મુંબઈ મહાપાલિકાએ પાણી સંભાળીને વાપરવા જણાવ્યું છે. તેમ જ પાણી કપાતના આગલા દિવસે જરૂરી હોય એટલું પાણી ભરી રાખવું એમ જણાવવામાં આવ્યું છે.

મુંબઈ મહાપાલિકા તરફથી પિસે-પાંજરાપુર કોમ્પ્લેક્સના પાંજરાપુર ખાતે 100 કિલો વોલ્ટ વિદ્યુત ઉપકેન્દ્રના મેઈનટેનન્સ અને રિપેરીંગનું કામ કરવામાં આવશે. આ કામ મંગળવાર 24 મેથી શુક્રવાર 27 મે સુધીના સમયગાળામાં દરરોજ સવારના 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી એમ ચાર કલાક કરવામાં આવશે.

આ કામના કારણે પાંજરાપુર કોમ્પ્લેક્સથી થનારા પાણી પુરવઠા પર અસર થશે. તેથી એ, બી, ઈ, એફ દક્ષિણ, એફ ઉતર, એલ, એમ પશ્ચિમ, એમ પૂર્વ, એન, એસ અને ટી વોર્ડમાં 5 ટકા પાણી કપાત કરવામાં આવશે. આ વોર્ડના નાગરિકોએ પાણીનો કરકસરથી ઉપયોગ કરવો એવી હાકલ મુંબઈ મહાપાલિકાએ કરી છે.

દરમિયાન મુખ્યત્વે દક્ષિણ મુંબઈના કોલાબા, કફ પરેડ, નરિમાન પોઈંટ, ચર્ચગેટ, ફોર્ટ, ક્રાફર્ડ માર્કેટ, ભિંડી બજાર સહિત કુર્લા, ગોવંડી, માનખુર્દ, તિલકનગર જેવા પૂર્વના ઉપનગરોના પાણી પુરવઠા પર અસર થશે.

અન્ય સમાચારો પણ છે...