તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:ચક્રવાતને કારણે કોવિડ સેન્ટરો આસપાસના 384 વૃક્ષોની છટણી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તમામ 24 વોર્ડના કંટ્રોલ રૂમ જરૂરી સાધનસામગ્રી સાથે સુસજ્જ કરાયા
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય, પૂર બચાવ ટીમો પણ તહેનાત કરવામાં આવી

હવામાન વિભાગની સૂચના અનુસાર અરબી સમુદ્રમાં તૌકતે ચક્રવાત તૈયાર થતું હોઈ 15-16 મેએ મુંબઈ નજીક તે ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયે સુસવાટાભર્યા પવન સાથે અતિવૃષ્ટિની સંભાવના છે. કોવિડ સેન્ટર આસપાસનાં જોખમી ઝાડની છટણી કરવામાં આવી છે. છ મુખ્ય ચોપાટીઓ પર પૂર બચાવ ટીમોને સાધનસામગ્રી સાથે તહેનાત કરવામાં આવી છે.

ભાયખલા અને મુલુંડમાં રિચર્ડસન અને ક્રુડાસ, એનએસસીઆઈ ડોમ, એમએમઆરડીએ, બીકેસી જમ્બો, નેસ્કો જમ્બો કોવિડ સેન્ટર, દહિસર ચેક નાકા, કાંદરપાડા, શિવ, મલાડ, કાંજુરમાર્ગ આસપાસનાં 384 જોખમી ઝાડની શાસ્ત્રોક્ત પદ્ધતિથી છટણી કરવામાં આવી છે.સમુદ્રકાંઠા નજીકની વસતિઓ બાબતે સતર્કતા અને સુસજ્જતા રાખવામાં આવી છે. સર્વ 24 વોર્ડના કંટ્રોલ રૂમને જરૂરી મનુષ્યબળ અને સાધનસામગ્રી સાથે સુસજ્જ રાખવામાં આવ્યાં છે. પાણી ભરાવાની શક્યતા ધરાવતા ઠેકાણાઓ પર પાણી ખેંચી કાઢતા યંત્રો ગોઠવવામાં આવશે.

જળવાહિનીઓની જાળીઓ પર જમા થયેલા કચરો સાફ કરવામાં આવ્યો છે. સંરક્ષણ દળોને પણ સતર્ક કરવામાં આવ્યાં છે : મુંબઈની છ મુખ્ય ચોપાટીઓ ખાતે પૂર બચાવ ટીમો તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત આ સર્વ ઠેકાણે મુંબઈ પોલીસની મોબાઈલ વેન પણ તહેનાત રહેશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ યંત્રણા સુસજ્જ અને સતર્ક કરવામાં આવી છે. દરમિયાન નૌકાદળ, તટરક્ષક દળ, હવાઈ જળ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમની પણ જરૂર અનુસાર મદદ લેવા માટે તેમને સતર્ક અને સુસજ્જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે, એમ કાકાણીએ જણાવ્યું હતું.

વાવાઝોડાથી વીજ પુરવઠો ઠપ થઈ શકે છે
દરમિયાન તેજ ગતિથી વહેનારા પવન અને અતિવૃષ્ટિને લઈને વીજ પ્રવાહ ઠપ થઈ શકે છે. આથી હોસ્પિટલ ક્ષેત્રમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું છે. દર્દીઓની સુવિધા પણ કોઈ પણ વિપરીત પરિણામ નહીં થાય તે માટે જરૂરી વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા માટે બધાને નિર્દેશ આપવામાં આવ્યા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...