તાઉતેની અસર:મુંબઈમાં જોખમી ઝાડ કાપવા માટે 38 કરોડના પ્રસ્તાવ મંજૂર

મુંબઇ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તાઉતે ચક્રવાતમાં 2364 ઝાડ તૂટી પડ્યા

મુંબઈની સુરક્ષા માટે જોખમકારક ઝાડ કાપવાના રૂ. 38 કરોડના ત્રણ પ્રસ્તાવોને વૃક્ષ પ્રાધિકરણની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ કામની ઝટ શરૂઆત કરવામાં આવશે. સ્થાયી સમિતિ અધ્યક્ષ યશવંત જાધવે આ માહિતી આપી હતી. તાઉતે ચક્રવાતમાં મુંબઈમાં 2364 ઝાડ પડી ગયા હતા. મુંબઈમાં જોખમકારક ઝાડ અને મૃત ઝાડને હટાવવાનું કામ મહાપાલિકા દ્વારા કરવામાં આવે છે. ખાનગી પ્રાંગણના જોખમકારક ઝાડ મહાપાલિકાની પરવાનગીથી સંબંધિતો હટાવી શકે છે.

અતિવૃષ્ટિને કારણે ઝાડ પડી જવાની દુર્ઘટનાઓ ટાળવા માટે ચોમાસા પહેલાં ઝાડ કાપવાનું કામ કરવામાં આવે છે. દરમિયાન આ વર્ષે તાઉતે ચક્રવાતને કારણે ઝાડ પડી જતા 2 જણના મૃત્યુ થયા હતા. જોકે મુંબઈમાં આ વર્ષે જોખમકારક ઝાડ કાપવાની શરૂઆત થઈ ન હોવાથી ચોમાસામાં સુરક્ષા કેવી રીતે થશે એવો પ્રશ્ન ઊભો થયો હતો. ઝાડ કાપવાના પ્રસ્તાવોને મંજૂરી મળવાથી ચોમાસામાં દુર્ઘટના નહીં બને એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવે છે. ઝાડની ડાળખીઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કાપવી જરૂરી હોય છે. નહીં તો ડાળખીઓ તોડવામાં આવી હોય એ ઝાડ મૃત થવાનો ડર રહે છે.

આમ કામ થશે
જોખમકારક ઝાડ, ડાળખીઓને કાપવા માટેના ત્રણ પ્રસ્તાવોને મળેલી મંજૂરી અનુસાર 8 કોન્ટ્રેકટરોને કામ આપવામાં આવ્યું છે. એના માટે મહાપાલિકા રૂ. 12.47 કરોડનો ખર્ચ કરશે. પશ્ચિમના ઉપનગરો માટે 9 કોન્ટ્રેકટરોને કામ આપવામાં આવ્યું છે જેના માટે રૂ. 16.65 કરોડનો ખર્ચ કરવામાં આવશે. પૂર્વના ઉપનગરો માટે 6 કોન્ટ્રેકટરોની નિયુક્તી કરવામાં આવી છે જેના માટે રૂ. 8.87 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...