તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Mumbai
  • 37% ICU Beds Empty In Mumbai, Stocks Of Drugs oxygen Started, How To Prepare For Second Wave In Maharashtra Most Affected By Corona

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:મુંબઈમાં 37% ICU બેડ ખાલી, દવાઓ-ઓક્સિજનનો સ્ટૉક શરૂ, કોરોનાથી સર્વાધિક પ્રભાવિત મહારાષ્ટ્રમાં સેકન્ડ વેવની તૈયારી કેવી

મુંબઇ5 મહિનો પહેલાલેખક: વિનોદ યાદવ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સરકારનો દાવો- 25 હજારથી વધુ દર્દી રોજ આવશે તો પણ અમે તૈયાર
  • મહારાષ્ટ્રમાં ચિંતા વધુ અને મૃત્યુદર 2.63%ની સરેરાશથી વધુ

વિનોદ યાદવ | યુરોપના અનેક દેશોમાં કોરોનાની સેકન્ડ વેવ આવી ગઈ છે. ભારતમાં પણ અનેક રાજ્યોમાં સેકન્ડ વેવની અસર દેખાવા લાગી છે. દિલ્હીમાં ગત દિવસોમાં એક દિવસમાં 8 હજાર નવા કેસ સામે આવ્યા. કેરળમાં ઓણમ તહેવાર પછી કોરોનાનો ચેપ ઝડપથી ફેલાવા લાગ્યો. એવામાં અમે જાણ્યું ભારતમાં કોરોનાથી સૌથી વધુ પીડિત રાજ્ય મહારાષ્ટ્રમાં સેકન્ડ વેવથી બચવા તૈયારીઓ કેવી છે. અહીં સરકાર જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સેકન્ડ વેવની વાત કહી રહી છે.

અહીં સંકટ એટલા માટે વધુ છે કેમ કે રાષ્ટ્રીય સ્તરે જ્યાં કોવિડ-19નો મૃત્યુદર 1.48 ટકા છે ત્યાં મહારાષ્ટ્રમાં તે સર્વાધિક 2.63 ટકા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે કોરોનાને કાબૂમાં લેવા મહારાષ્ટ્ર સરકારે ટેસ્ટિંગ અંગે માસ્કની કિંમત વ્યાજબી કરી છે. લોકોને એસએમએસ સિસ્ટમ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશન(હેન્ડ)નું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાની સેકન્ડ વેવ આવે તો રાજ્યમાં કોવિડ-19 ચેપગ્રસ્ત દર્દીઓ માટે ઉપલબ્ધ કુલ બેડમાં 80 ટકા ખાલી છે. જ્યારે મુંબઈમાં 68 ટકા બેડ ખાલી છે. એટલા માટે કમી નહીં થાય. ટોપેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે 25 હજાર કોરોના દર્દી રોજ વધી રહ્યા હતા. જો માની લેવાય કે કોવિડની સેકન્ડ વેવમાં દર્દીઓની સંખ્યા 10-20 ટકા વધી પણ જશે તો અમે તેના માટે તૈયાર છીએ.

દુકાનદારો-દૂધવાળા સહિતના લોકોનું ટેસ્ટિંગ

  • કોરોનાની સારવારમાં વપરાતી દવાઓનો 50 ટકાથી વધુ બફર સ્ટૉક રાખવા કહેવાયું છે.
  • રોજની 10 લાખની વસતી પાછળ કમ સે કમ 140 લોકોનું ટેસ્ટિંગ કરાશે.
  • જિલ્લા સ્તરે તૈયાર કરાયેલ કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની સંખ્યા યથાવત્ રાખવામાં આવે.
  • જે જિલ્લામાં 20 ટકાથી વધુ કોવિડ-19ના પેશન્ટ મળી આવે ત્યાંની તમામ કોવિડ હોસ્પિટલ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત રખાય. જે જિલ્લામાં 16-20 ટકા કોરોના દર્દી હોય ત્યાં જિલ્લા હોસ્પિટલમાં મલ્ટીસ્પેશ્યાલિટી ડૉક્ટરોને તહેનાત કરવામાં આવે. જ્યાં 11-15 ટકા કોરોના દર્દી હોય ત્યાં તેમના દર્દીઓની સંખ્યાથી 20 ટકા વધુ બેડની વ્યવસ્થા રાખવામાં આવે.
  • જે જિલ્લામાં 7 ટકાથી ઓછા કોરોના દર્દી હોય ત્યાં પણ કોવિડ હોસ્પિટલ સારવાર માટે તૈયાર રાખવામાં આવે. જે જિલ્લામાં 7-10 ટકા કોરોના પેશન્ટ હોય ત્યાંના પ્રત્યેક તાલુકામાં કોરોનાની સારવાર માટે હોસ્પિટલ હોય.
  • મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય નિર્દેશાલયે કરિયાણાના દુકાનદારો, શાકભાજી તથા દૂધ વેચનારા, ઘરે પેપર નાખતા વેન્ડર, ગેસ સિલિન્ડર પહોંચાડતા કર્મચારી, કામ કરતા નોકર-નોકરાણી, હોટેલના માલિકો તથા તેમના વેઈટર, ઓટો રિક્ષા તથા ટેક્સી ચાલકો, સિક્યોરિટી ગાર્ડ તથા મજૂરોના ટેસ્ટિંગ જારી રાખવા નિર્દેશ આપ્યો છે.

મુંબઈમાં કોરોના દર્દીઓના 68% બેડ ખાલી છે
મુંબઈમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ, ડેડિકેટેડ કોવિડ-19 હેલ્થ સેન્ટર અને કોવિડ-19 કેર સેન્ટર, ટાઈપ-2(સીસીસી-2)ને મિલાવી કુલ 17,707 બેડ છે. તેમાં હાલના સમયે 68 ટકા બેડ ખાલી છે. આ રીતે કુલ 2008 આઈસીયૂ બેડમાં હાલના સમયે 37.70 ટકા એટલે કે 757 બેડ ખાલી છે. મુંબઈમાં 8705 ઓક્સિજન બેડ છે. તેમાંથી 66.84 ટકા અને 1186 વેન્ટિલેટર બેડમાંથી 29.85 ટકા એટલે કે 345 બેડ ખાલી પડ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો