તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:રાજ્યમાં 35,952 અને મુંબઈમાં 5504 નવા કેસ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડથી મૃત્યુ પામનારની સંખ્યા પણ વધી રહી છે

2020માં કોરોનાએ માથું ઊંચક્યા પછી 2021માં તે માંડ અંકુશમાં આવ્યો હતો ત્યાં લોકડાઉન લગભગ સંપૂર્ણ ખૂલી જતાં કોરોનાએ ફરીથી માથું ઊંચકયું છે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં નવા કેસ અને મૃત્યુના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ બીજી લહેર ફરીથી લોકડાઉન લાદવા સરકારને મજબૂર કરશે કે કેમ એ વાતે જાહેર જનતામાં ચિંતાનું વાતાવરણ છે.રાજ્યમાં ગુરુવારે સાંજે 6 સુધી છેલ્લા 24 કલાકમાં 35,952 નવા કેસ નોંધાયા છે, જ્યારે મુંબઈમાં 5504 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં 111 દર્દીનાં મૃત્યુ થયાં છે.હાલ રાજ્યમાં 13,62,899 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 13,770 લોકો સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં છે.

રાજ્યમાં હવે એક્ટિવ કેસ 2,62,685 પર પહોંચી ગયા છે. મહારાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં કોરોનાએ ફરીથી ઊથલો માર્યો છે. આને કારણે અમુક જિલ્લાઓમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે.મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીનાં મોત થયાં છે. થાણે, કલ્યાણ ડોંબિવલી, પનવેલ, નાશિક, અહમદનગર, નંદુરબાર, પુણે, ઔરંગાબાદ, નાંદેડ, નાગપુરમાં સ્થિતિ કથળી રહી છે. આથી સ્થાનિક પ્રશાસન દ્વારા વિવિધ ઉપાયયોજના કરવામાં આવી રહી છે.મુંબઈમાં 5504 નવા કેસ નોંધાવા સામે 2281 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી છે.

મુંબઈનો રિકવરી રેટ 88 ટકા છે, જ્યારે 18 માર્ચથી 24 માર્ચ એકંદર વૃદ્ધિ દર 0.89 ટકા છે, જ્યારે ડબલિંગ રેટ 75 દિવસ થયો છે. હાલમાં 40 ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓ એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે, જ્યારે 457 ઈમારતોને સીલ કરવામાં આવી છે.મહારાષ્ટ્ર- ગુજરાત બોર્ડર પર તપાસ : દરમિયાન મહારાષ્ટ્રમાં વધતા કેસને ધ્યાનમાં લેતાં ગુજરાતના આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રમાંથી રસ્તા માર્ગે આવતા પ્રવાસીઓ માટે આરટી- પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવ્યું છે. જો આ રિપોર્ટ નહીં હોય તો ભિલાડ ચેકપોસ્ટ પરથી તેમને પાછા રવાના કરવામાં આવે છે.

આને કારણે ચેકપોસ્ટ આસપાસ ગુરુવારથી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ જ રીતે ટ્રેનોમાં ગુજરાત તરફથી ટિકિટ બુક કરાવ્યા પછી પ્રવાસીને આરટી- પીસીઆર ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપવામાં આવે છે. જો તે નહીં કરાવાય તો જ્યાં પણ તપાસ કરવામાં આવશે ત્યાં પ્રવાસીએ ટેસ્ટના પૈસા ભોગવવાના રહેશે એવા સંદેશ આપવામાં આવી રહ્યા છે. આને કારણે ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી ગુજરાત જનારા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ખાસ કરીને હોળી નિમિત્તે ઘણા લોકોએ અગાઉથી કાર્યક્રમ નક્કી કરી રાખ્યા હતા તેઓ નિરાશ થઈ ગયા છે. મુંબઈમાં આરટી- પીસીઆર ટેસ્ટના માથાદીઠ રૂ. 1000થી રૂ. 1200 સુધી લેવામાં આવે છે. આથી ઘણા લોકોને તે મોંઘું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો