તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં 40 ખાનગી હોસ્પિટલો જોખમકારક હોવાનું અગ્નિશમન દળની તપાસમાં જણાયું છે. 342 હોસ્પિટલોમાં વિવિધ સ્વરૂપના જોખમ જણાયા છે. મહાપાલિકાના અગ્નિશમન વિભાગે મુંબઈની 11,000 હોસ્પિટલોની તપાસ કરી હતી. ભંડારા ખાતેની જિલ્લા હોસ્પિટલના આઈસીયુમાં આગની ઘટના પછી હોસ્પિટલોની સુરક્ષાનો પ્રશ્ન ફરીથી સપાટી પર આવ્યો છે. આ દષ્ટિએ મહાપાલિકાએ શહેરની ખાનગી હોસ્પિટલોની અગ્નિશમન તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
એમાં 11,049 ખાનગી હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલોની રચના સહિત સુરક્ષાની દષ્ટિએ ગંભીર જોખમ હોવાનું 40 હોસ્પિટલોમાં જણાયું હતું. 342 હોસ્પિટલોમાં આગ લાગે તો ઈમારતની બહાર નીકળવાના રસ્તામાં પડેલા સાધનોને કારણે રસ્તો ન હોવો, આગ બુઝાવવાના સાધનો ઉપલબ્ધ ન હોવા અથવા એની મુદત પૂરી થયેલી હોવી જેવા જોખમ જણાયા હતા. શહેરની 639 હોસ્પિટલોમાં થોડું રિપેરીંગ કરવું જરૂરી હોવાનું તપાસમાં જણાયું હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.