કોરોના સંક્રમણ:રાજ્યમાં એક સપ્તાહમાં કોરોના દર્દીઓની સંખ્યામાં 32 %નો વધારો

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 દર્દીઓ આઈસીયુમાં દાખલ તો પોણો ટકાની તબિયત ગંભીર

રાજ્યમાં નવેસરથી નોંધાતા કોરોનાગ્રસ્તોની સંખ્યામાં ગયા એક અઠવાડિયામાં 32 ટકાનો વધારો નોંધાયો છે. એમાં સૌથી વધારે દર્દીઓની નોંધ મુંબઈમાં અને એ પછીના ક્રમે પુણે, થાણે અને નગર જિલ્લાનો સમાવેશ છે. દર્દીઓની સંખ્યામાં વધારો થયો છતાં 3 ટકા દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યમાં રોજિંદા દર્દીઓની સંખ્યા 200ને પાર કરી ચૂકી છે. 27 એપ્રિલથી 3 મેના અઠવાડિયામાં રાજ્યમાં 1 હજાર 97 નવા દર્દીઓ મળ્યા. 4 થી 10 મેના અઠવાડિયામાં આ પ્રમાણ 1 હજાર 447 પર પહોંચ્યું છે. આમ એક અઠવાડિયમાં દર્દીઓમાં 32 ટકાનો વધારો નોંધાયો છે.

દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ એક અઠવાડિયામાં એક હજારથી વધારે થઈ છે. દિવસે દિવસે એમાં ઉમેરો થઈ રહ્યો છે અને અત્યારે રાજ્યમાં 1 હજાર 434 દર્દીઓ સારવાર હેઠળ છે. સૌથી વધુ સારવાર હેઠળના 860 દર્દીઓ મુંબઈમાં છે અને એ પછીના ક્રમે પુણે, થાણેનો સમાવેશ છે.

દર્દીઓની સંખ્યા વધી રહી છે છતાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓનું પ્રમાણ ઓછું છે. સારવાર હેઠળના દર્દીઓની સરખામણીએ લગભગ 3.35 ટકા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. એમાંથી 0.74 ટકા દર્દીઓની તબિયત ગંભીર છે. રાજ્યમાં આઈસીયુમાં 5 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોનું પ્રમાણ 1 ટકો છે. રાજ્યમાં સૌથી વધુ લગભગ 2.23 ટકા દર્દીઓ બુલઢાણામાં છે. એ પછીના ક્રમે ઔરંગાબાદમાં 2.12 ટકા, મુંબઈમાં 1.79 ટકા, પુણેમાં 1.65 ટકા, નાંદેડમાં 1 ટકો છે. આ પાંચ જિલ્લા છોડીને બીજા જિલ્લાઓમાં કોરોનાગ્રસ્તોનું પ્રમાણ એક ટકાથી ઓછું છે.

અન્ય સમાચારો પણ છે...