દર વર્ષે 17મી મેના દિવસે વર્લ્ડ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવે છે, આ ઉજવણીનો આશય લોકોને શરીર પર હાઈપરટેન્શનની ખરાબ અસરો વિશે શિક્ષિત કરવાનો હોય છે. આ વર્ષની થીમ છે ‘તમારા બ્લડપ્રૅશરને ચોકસાઈપૂર્વક માપો, તેને નિયંત્રિત કરો, લાંબું જીવો ’, જે જાગરુકતાના ઓછા દર સામે લડવા તથા બીમારી અને તેના વ્યવસ્થાપન વિશે વધુ ને વધુ જાગરુકતા લાવવા પર ભાર આપે છે. પ્રસિદ્ધ લાન્સેન્ટ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસ મુજબ, પુરુષો અને સ્ત્રીઓમાં હાઈપરટેન્શનના ફેલાવા બાબત ભારત વૈશ્વિક સ્તરે અનુક્રમે 156 અને 164મા ક્રમે છે.
પશ્ચિમના દેશોમાં લાંબા ગાળાની કિડની બીમારીઓમાંથી બે તૃતિયાંશથી વધુ કેસો ઉચ્ચ બ્લડ પ્રૅશર અને ડાયાબિટિસના કારણે હોય છે, ભારતમાં આજ સુધીમાં આ અંદાજ 40–60 ટકા જેટલું છે, એમ નેફ્રોપ્લસના ચીફ ડાયેટિશિયન અપેક્ષા એકબોટેએ જણાવ્યું હતું.આપણી કિડનીઓ હાઈપરટેન્શનનો શિકાર અને કારણ બંને બને છે. ઉચ્ચ બ્લડ પ્રૅશર આજની તારીખમાં કિડનીની બીમારીઓનું સૌથી સામાન્ય કારણ છે.
હાઈપરટેન્શન અથવા ઉચ્ચ બ્લડ પ્રૅશર કિડનીમાં લોહીને ગાળી ને શુદ્ધ કરતી ઝીણી રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે, તેના કારણે શરીરમાંથી કચરો બહાર કાઢવાના કામને મુશ્કેલ બને છે અને આ રીતે કિડનીને વધુ નુકસાન થાય છે. કિડનીની કામગીરી બગડવાનું શરૂ થાય ત્યારે, તેના કારણે ચોક્કસ હૉર્મેનનો સ્રાવ થાય છે અથવા તમારા શરીરમાં નમક અને પાણી જાળવી રાખી બ્લડ પ્રૅશરમા ઓર વધારો કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.