• Gujarati News
  • Local
  • Mumbai
  • 31 Mumukshu Of Mumbai On The Path Of Restraint Under The Influence Of The Speech Of Yogatilaksurishwarji M.S.A.

ધાર્મિક:યોગતિલકસૂરીશ્વરજી મ.સા.ની વાણીના પ્રભાવથી મુંબઈના 31 મુમુક્ષુ સંયમ માર્ગે

મુંબઇ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરતમાં વેસુ ખાતે 25 નવેમ્બરથી શરૂ થતા પાંચ દિવસના સામૂહિક દીક્ષા મહોત્સવમાં કુલ 75 દીક્ષાર્થી સામૂહિક દીક્ષા લેવાના છે અને એમા 31 મુમુક્ષુ મુંબઈના છે. કુલ આઠ પરિવાર તો ઘરને તાળા મારીને સંયમની વાટ પકડશે. આમાંના ત્રણ પરિવાર મુંબઇના છે. આ દીક્ષા મહોત્સવને સિંહસત્વોત્સવ નામ અપાયું છે.

શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત તથા સૂરિરામચન્દ્ર તથા સૂરિશાન્તિચન્દ્ર સમુદાયવર્તી સૂરિ ભગવંતો, આદિ શ્રમણ-શ્રમણીવૃંદની નિશ્રામાં આ સિંહસત્વોત્સવ પાર પડશે. આ સામૂહિક દીક્ષામાં મુંબઈના બે પરિવાર તો ઘરને કાયમી તાળા લગાવી દીક્ષા લેશે. એ બે પરિવાર અતિ ધનાઢય અને સાધન-સંપન્ન છે, જેમાં એક વી.પી. રોડ વિસ્તારમાં રહેતો મૂળ સાંચોરના મુકેશ શાંતિલાલ સંઘવીનો પરિવાર છે. તેમનાં પત્ની શિલ્યાબેન, પુત્ર યુગ અને દીકરી કિયોશાકુમારી દીક્ષા લેશે. મુકેશભાઈ મેનેજમેન્ટના માસ્ટર છે એને તેમના ત્રણ પુત્રોમાંના એકના પરિવારે પાર્શ્વશાંતિ ધામમાં વિશાળ જૈન તીર્થની રચના કરી છે. બીજા પરિવારમાં મુંબઇના લલિતભાઇ સજોડે એકના એક દિકરા માનવ અને બે દીકરી સંગ પાંચપરિવારજનો દીક્ષા લેશે. ત્રીજા પરિવારમાં મૂળ તળાજાના પણ મુંબઈમાં રહેતા વિરેન્દ્રભાઈ પારેખ અને તેમના પત્ની ફાલ્ગુનીબેન દીક્ષા લેવાના છે. તેમની બે દીકરીની અગાઉ દીક્ષા થઈ ચૂકી છે. આ 75 સામૂહિક દીક્ષામાં દીક્ષામાં સાતથી લઇ ૭૦ વરસના દીક્ષાર્થીઓ છે. જેમાં મોટા ભાગના સાધન સંપન્ન અને ઉચ્ચ શિક્ષિત દિક્ષાર્થી છે. મહારાષ્ટ્રનું એક ધનાઢય યુગલ પાંચ વર્ષના લગ્નજીવન બાદ દીક્ષા અંગીકાર કરશે. આ દંપતી એટલે રીનીકા અને અંકિતભાઈ ઓસવાલ. અંકિતભાઈ યુથ આઇકોન બિઝનેસમેન છે તેમનું સ્ટાર્ટઅપ-ઈન્ડિયા વેન્ચર બદલ સરકારે સન્માન પણ કરેલું.મૂળ જુના ડીસાના તથા હાલ વાલકેશ્વરમાં રહેતા નીતિનભાઈ લહેરચંદભાઈ શાહ (66) પણ વૈભવ, પ્રતિષ્ઠા છોડીને સંયમમાર્ગે નીકળી પડશે. પાલીતાણામાં આઠ વર્ષ પહેલાં કરેલા ચાતુર્માસમાં ગુરુયોગની વાણીથી તેમનામાં વૈરાગ્ય જાગ્યો હતો.

ચાર વર્ષ પહેલાં 44 મુમુક્ષુઓને દીક્ષા આપી
આ 75 દીક્ષાર્થીઓને જ્યારે પ્રભુવીર દીક્ષા કલ્યાણક દિન, ૨૯ નવેમ્બર ના રોજ રજોહરણ ગ્રહણ કરશે સૂરિરામ ,સૂરિશાન્તિ જેવા મહાપુરુષો ની કૃપા તથા સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપ્રાપ્ત, દીક્ષાધર્મ ના મહાનાયક ગુરુયોગની વૈરાગ્ય વાણીથી,ધર્મનગરી સુરતમાં ત્યાગધર્મનો નવો આયામ રચાશે. ચાર વર્ષ પહેલાં મુંબઈમાં યોજાયેલા સામુહિક દિક્ષા મહોત્સવમાં પણ યોગતિલકસૂરી મહારાજાની વાણીથી પ્રભાવિત 44 મુમુક્ષુઓને દીક્ષા આપી હતી.જૈનાચાર્ય યોગતિલકસૂરીશ્વરજીના વાણીના પ્રભાવથી મુંબઈના 31 મુમુક્ષુ સંયમ માર્ગે પદાર્પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...