તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:આઈપીએલનું સ્વપ્ન દેખાડીને 30 લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ક્રિકેટમાં પુત્રની કારકિર્દી બને એમાં છેતરપિંડીનો ભોગ બન્યા

ક્રિકેટ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, પોતાનું સંતાન નામ અને દામ કમાવે, ટીવી પર ચમકે એમ દરેક વાલીને લાગતું હોય છે. સંતાનની કારકિર્દી ઘડવા માટે કંઈ પણ કરવાની વાલીઓની તૈયારી હોય છે. ક્રિકેટમાં પોતાના પુત્રની કારકિર્દી ઘડાય એ માટે પ્રયત્ન કરનારા મુલુંડમાં રહેતા એક કુટુંબનું સ્વપ્ન ધૂળમાં મળી ગયું હતું. ક્રિકેટ રમતા પુત્રને આઈપીએલમાં રમવાની તક મળે એવી લાલચ દેખાડીને આ કુટુંબ સાથે રૂ. 30,00,000ની છેતરપિંડી કરવામાં આવી હતી. પોતાના રૂપિયા પાછા મેળવવા માટે હવે તેમણે પોલીસ પાસે દાદ માગી છે.

મુલુંડમાં રહેતા નરેશનો પુત્ર કિરણ (નામ બદલ્યું છે) ખેલાડી છે અને જુદી જુદી સ્થાનિક ક્લબ તરફથી ક્રિકેટ રમે છે. માર્ચ મહિનામાં ચર્ચગેટની એક ક્લબમાં પ્રેકટિસ માટે ગયો હતો ત્યારે કિરણની ઓળખ પુષ્કર તિવારી નામના યુવક સાથે થઈ હતી. પોતે દિલ્હીમાં રહે છે અને હિમાચલ પ્રદેશની ટીમ તરફથી ક્રિકેટ રમે છે એમ પુષ્કરે કિરણને જણાવ્યું. આઈપીએલમાં દરેક ટીમનો એક ડેવલપિંગ સ્કોડ હોય છે અને એમાં સમાવેશ થવાથી સારા રૂપિયા મળે છે એવી માહિતી એણે આપી હતી. એ માટે શું કરવું પડશે એમ પૂછતા પુષ્કરે સિક્યોર કોર્પોરેટ મેનેજમેંટ પ્રા.લિ. કંપની બાબતે જણાવ્યું હતું. આ કંપનીએ તાજેતરમાં જ બિહાર લીગ મેચ આયોજિત કરી હતી.

આ કંપનીના આશુતોષ બોરાનો મોબાઈલ નંબર કિરણને એણે આપ્યો હતો. આ વાત કિરણે માબાપને જણાવી. એ અનુસાર નરેશે આશુતોષનો સંપર્ક કર્યો ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના સ્કોડમાં કામ થશે અને એ માટે રૂ. 30,00,000નો ખર્ચ થશે એમ જણાવ્યું. આટલી મોટી રકમ હોવાથી નરેશે નકાર આપ્યો હતો. પણ પુત્રને પસંદગીના ક્ષેત્રમાં તક મળતી હોવાથી નરેશે ઓળખીતાઓ પાસેથી રૂપિયાની વ્યવસ્થા કરી. આશુતોષે આપેલા બેંક ખાતામાં નરેશે બે વખતમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી તમને જણાવવામાં આવશે. વિમાનની ટિકિટ, અને અન્ય ખર્ચા ટીમ તરફથી કરવામાં આવશે એમ આશુતોષે જણાવ્યું હતું. જોકે એ પછી આશુતોષે પ્રતિસાદ આપવાનું બંધ કર્યું હતું.એક તરફ પુષ્કર અથવા આશુતોષ પ્રતિસાદ આપતા નહોતા તો બીજી તરફ નરેશને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. સુપ્રીમ કોર્ટના નામથી એક નોટિસ બજાવવામાં આવી હતી.

સિક્યોર કોર્પોરેટ મેનેજમેંટ પ્રા.લિ. કંપનીનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે અને તમારો જીએસટી નંબર ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. તમારે રૂ. 15,00,000 વળતર આપવું પડશે એમ એમાં લખેલું હતું. આ બધું શંકાસ્પદ લાગવાથી નરેશે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો