નાણાકીય વર્ષ ફળદ્રુપ રહ્યું:મુંબઈ એરપોર્ટ પર એર કાર્ગોમાં 30%નો વધારો, નાણાકીય વર્ષ 2022માં 5,56,900 મેટ્રિક ટનની આયાત-નિકાસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ - મુંબઈ - Divya Bhaskar
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ - મુંબઈ

છેલ્લાં થોડાં વર્ષોમાં વૈશ્વિક સપ્લાય ચેઈનની કામગીરી ગતિ પકડી રહી છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (મુંબઈ એરપોર્ટ)ના એર કાર્ગોમાં નાણાકીય વર્ષ 2022માં એક્ઝિમ (નિકાસ અને આયાત)ની દ્રષ્ટિએ ફળદ્રુપ વર્ષ રહ્યું છે. 2022માં એકંદરે 5,56,900 મેટ્રિક ટનની કુલ આયાતનિકાસ થઈ હતી, જે સાથે 2021ની તુલનામાં તેમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આંતરરાષ્ટ્રીય કાર્ગો વોલ્યુમમાં 26 ટકાનો વધારો થયો છે ત્યારે ડોમેસ્ટિક કાર્ગો વોલ્યુમમાં 40 ટકા વધારો થયો છે. વૈશ્વિક કાર્ગોમાંકુલ 2,60,600 મે.ટન આયાત અને 2,96,300 મે.ટન નિકાસ નોંધાઈ છે. મુંબઈ એરપોર્ટથીસુધી વધુ આયાત ચીન, જર્મની અનેયુએસથીથઈ છે, જ્યારે યુએસ, યુએઈ અને જર્મની નિકાસની દ્રષ્ટિએ ટોચનાં સ્થળ રહ્યાંછે.

ઉપરાંત ઓટોમોબાઈલ્સ, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટો અને એન્જિનિયરિંગ માલો ટોચનાં આંતરરાષ્ટ્રીય સ્થળો ખાતે પરિવહનની બાબતમાં ટોચે રહ્યા છે, જ્યારે ડોમેસ્ટિકમાં એન્જિનિયરિંગ માલો, દસ્તાવેજો અને નમૂનાઓ અને પોસ્ટલ કાર્ગોમાં વધારો જોવા મળ્યો છે. નોંધનીય રીતે મુંબઈ એરપોર્ટથી મહત્તમ કાર્ગો અવરજવર કરનારી એરલાઈન્સમાં ડોમેસ્ટિકમાં ઈન્ડિગો, સ્પાઈસજેટ અને ગોફર્સ્ટ રહી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે એમિરેટ્સ, કતાર એરવેઝ અને ટર્કિશ એરલાઈન્સનો સમાવેશ થાય છે.

કોવિડકાળમાં પણ મહત્ત્વપૂર્ણ ફરજ : કોવિડકાળમાં મુંબઈ એરપોર્ટ પરથી કુલ 397 મિલિયન ડોઝ રસીનું પરિવહન કરાયું હતું, જેમાંથી 58 મિલિયન ડોઝ 76 આંતરરાષ્ટ્રીયસ્થળે અને339 મિલિયન ડોઝ 49 ડોમેસ્ટિક સ્થળે નિકાસ કરાયાં હતાં. ઉપરાંત 1000 ટન ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 50 ટન ઓક્સિજન જનરેટર અને 150 મેટ્રિક ટન કોવિડ રાહત દવાઓ પણ મુંબઈ એરપોર્ટના એર કાર્ગો ટર્મિનલ દ્વારા બહુ જ સૂઝબૂથપૂર્વક પરિવહન કરવામાં આવી હતી.

આયાત અને નિકાસમાં યોગદાન
17,570 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સે 2022માં આયાતનિકાસમાં યોગદાન આપ્યું હતું, જે પ્રમાણ 2021માં 11,833 ફ્લાઈટનું હતું. મહામારી પશ્ચાત વૈશ્વિક બજારના તબક્કે આજે મુંબઈ એરપોર્ટ મૂલ્યવર્ધિત સેવાઓ વધારવા, નવી ટેકનોલોજીઓ રજૂ કરીને કાર્યક્ષમતા સુધારવા સતત પ્રયત્નશીલ રહેવા માટે વેપારો સાથે અસમાંતર ભાગીદારી કરવા પ્રયાસ કરી રહી છે, જેને કારણે દરેક અવરજવર માટે ટર્નઅરાઉન્ટ સમય ઓછો થયો છે. વૈશ્વિક સ્તરે કાર્ગો અવરજવરમાં અગ્રણી એરપોર્ટસમાંથી એક બનવાનો વારસો ચાલુ રાખવાના લક્ષ્ય સાથે મુંબઈ એરપોર્ટે એક્ઝિમ મુવમેન્ટ્સના વૈશ્વિક હિસ્સામાં યોગદાનમાં અદભુત કામગીરી બતાવી છે. નાણાકીય વર્ષ 2021ના આંકડા દર્શાવે છે કે કાર્ગોની મુવમેન્ટ્સ માટે વૈશ્વિક હબ તરીકે મુંબઈ એરપોર્ટ કાર્ગો ટર્મિનલને સ્થાપિત કરવા માટે એરપોર્ટસ દ્વારા એકધાર્યા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...