થાણેના મુંબ્રા ખાતે એક ઘરમાં પોલીસે દરોડા પાડતાં રૂ. 30 કરોડ મળી આવ્યા હતા. જોકે તેમાંથી રૂ. 6 કરોડ પર પોલીસે જ ડલ્લો માર્યો હતો. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે, એમ થાણેના પોલીસ કમિશનર જયજિત સિંહે જણાવ્યું હતું. આ અંગેની ફરિયાદ અરજી વાઈરલ થઈ ગઈ હોઈ તેની પર 25મી એપ્રિલની તારીખ છે.12 એપ્રિલની મધરાત્રે મુંબ્રા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ અધિકારીઓએ કર્મચારીઓ સહિત એક ખાનગી વ્યક્તને જોડે લઈને મુંબ્રા ખાતે બોમ્બે કોલોનીની એક વ્યક્તિના ઘરે દરોડા પાડ્યા હતા.
આ સમયે ઘરમાંથી રૂ. 30 કરોડ મળી આવ્યા હતા. આ રોકડ રકમ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી. આ પછી તે વ્યક્તિની પોલીસે પૂછપરછ કરી. બાદમાં તેમાંથી રૂ. 6 કરોડ કાઢી લીધા અને રૂ. 24 કરોડ પાછા આપી દીધા.વ્યક્તિએ રૂ. 6 કરોડ શેના માટે લીધા એવું પૂછતાં તેને પોલીસે દમદાટી કરીને ભગાડી મૂક્યો હતો, એમ ફરિયાદમાં જણાવાયું છે. હવે આ વ્યક્તિએ રૂ. 6 કરોડની લૂંટ કરનારા પોલીસો સામે ગુનો દાખલ કરવા માગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.