• Gujarati News
  • Local
  • Mumbai
  • 30 30 Per Cent Work Can Be Started In Phases From June 1 !, Shiv Sena Branches Will Now Be Converted Into Hospitals As Hospitals Are Closed

કોરોના ઇફેક્ટ:1 જૂનથી તબક્કાવાર 30-30 ટકા કામકાજ શરૂ થઈ શકે છે!, દવાખાનાંઓ બંધ હોવાથી શિવસેનાની શાખાઓને હવે દવાખાનાંમાં ફેરવાશે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેડ્સની ઉપલબ્ધતા તેમજ મોટાં બિલોની ફરિયાદ સહિતની માહિતી હવે 1916 પર

31 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં લોકડાઉન 4.0ની મુદત પૂરી થઈ રહી છે. કેન્દ્ર સરકારની આગામી રણનીતિ ટૂંક સમયમાં જ જાહેર થશે, જેને આધારે રાજ્ય માટે ઉચિત નિર્ણય લેવાશે. હાલમાં તબક્કાવાર 30-30 ટકા કામકાજ શરૂ કરવાની પરવાનગી આપવાનો વિચાર છે, જેમાં મોબાઈલ શોપ, ગેરેજ, સલૂન વગેરે જેવી દુકાનોનો પણ સમાવેશ રહેશે, એમ મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે શુક્રવારે  જણાવ્યું હતું. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા વર્તમાન સ્થિતિથી અવગત કરવા માટે વિવિધ અખબારના સંપાદકોને સંવાદ સાધવા માટે શિવાજી પાર્ક સ્થિત મેયર બંગલોમાં બોલાવવામાં આવ્યા હતા, જે બેઠક પછી ચહલે આ માહિતી આપી હતી.

રાજ્યમાં ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધી એક્ટિવ કેસ 38,939 હતા, પરંતુ તેમાંથી હાલમાં ફક્ત 6656 કેસ ગંભીર છે, જ્યારે બાકી લક્ષણરહિત છે. આથી લોકોમાં જે ચિત્ર ઊભું થયું છે તેવી ભયાવહ સ્થિતિ બિલકુલ નથી. જોકે આમ છતાં લોકોએ સાવધાન રહેવાનું જરૂરી છે. આથી જ લોકડાઉન સંપૂર્ણ ખોલવામાં નહીં આવશે, પરંતુ તબક્કાવાર ખોલવામાં આવશે, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. દવાખાનાંઓ બંધ હોવાથી નોન- કોવિડ દરદીઓની હાલત કફોડી બની છે.

અમારા દરેક પ્રયાસ છતાં કેટલાક ડોક્ટરો ડરના માર્યા દવાખાનાં ખોલતા નથી. આથી આગામી સમયમાં અમારી શાખાઓને દવાખાનાંઓમાં ફેરવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.ખાનગી હોસ્પિટલો દ્વારા હજુ પણ મોટાં બિલો વસૂલ કરવામાં આવે છે, બેડ્સ નકારવામાં આવે છે, દરદીઓને ઉપચાર નકારવામાં આવે છે, એમ્બ્યુલન્સનો અભાવ છે. આ સ્થિતિ કબૂલ છે, પરંતુ ધીમે ધીમે તેને થાળે પાડવાનો પ્રયાસ ચાલુ છે. આગામી સપ્તાહ સુધી તેનો ઉકેલ આવી જશે. મહાપાલિકાના હેલ્પલાઈન નંબર 1916 ઉપર હવે બિલો, બેડ્સની ઉપલબ્ધતા, સલાહ સહિતની બધી માહિતી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરાઈ છે. લાઈનો વધારીને વેઈટિંગ ઓછું કરવું પડે તેની ખાતરી રાખવામાં આવી રહી છે, એમ રાજ્યના મુખ્ય સચિવ અજોય મહેતાએ આ સમયે જણાવ્યું હતું. મુંબઈ સહિત રાજ્યમાં મરણાંક વધી રહ્યો છે તેને અંકુશમાં લાવવા કેવાં પગલાં લેવામાં આવી રહ્યાં છે એવું પુછાતાં જોકે ટાસ્ક ફોર્સના આગેવાન ડો. સંજય ઓકે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...