ધરપકડ:લગ્નવાળા ઘરમાં ઘરેણાં ચોરનારા 3 ચોરોની ધરપકડ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 35થી વધુ CCTV ફૂટેજ તપાસતા સગડ મળ્યા

લગ્નવાળા ઘરમાં ચોરી કરીને રૂ. 13 લાખના ઘરેણાં ચોરી જનારા ત્રણ જણની સાંતાક્રુઝ પોલીસે ધરપકડ કરી હતી. આ ત્રણેય ચોરના નામ સચિન ડોંગરે, નિખિલ સિંગ અને યતીન સિંદરોજા છે. ચોરીના ઘરેણાં યતીને બીજા એક જણને આપ્યા છે. પોલીસે તપાસ કરીને કેટલાક ઘરેણાં અને રોકડ જપ્ત કરી છે.

ફરિયાદી જુહુ કોલીવાડા પરિસરમાં રહે છે. ગયા મહિના ફરિયાદી લગ્નની ખરીદી માટે ગયા હતા ત્યારે તેમના ઘરમાં અજ્ઞાત ચોરોએ ઘરફોડી કરીને રૂ. 13 લાખ 68 હજારના ઘરેણા અને રોકડની ચોરી કરી હતી. આ પ્રકરણે સાંતાક્રુઝ પોલીસે અજ્ઞાતો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે એ પરિસરના 35થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી.

એક ફૂટેજમાં પોલીસને મોટરસાઈકલ દેખાઈ. એ જ કડી પકડીને પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે સાંતાક્રુઝથી અંધેરી પરિસરના સીસી ટીવી ફૂટેજ તપાસ્યા. ત્યારે એક ફૂટેજમાં પોલીસને નિખિલ દેખાયો હતો. પોલીસની ટીમ માલવણી પરિસરમાં પહોંચી અને નિખિલને તાબામાં લીધો હતો. એની પૂછપરછ કર્યા પછી સચિનનું નામ જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...