તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દહિસરના ઝવેરીની હત્યા-લૂંટમાં એમપીના 3 શૂટરો સુરતથી અને 2 મુંબઇથી ઝડપાયા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 10 લાખની લૂંટ ચલાવનારાઓને ઝડપવા મુંબઇ પોલીસે 10 ટીમો બનાવી
  • મૃતક ઝવેરીના પરિચિત ઈન્દોરના બંટી પાટીદારે જ કાવતરું ઘડ્યું હતું

દહિસર પૂર્વના રાવલપાડામાં 40 વર્ષીય ઝવેરી શૈલેન્દ્ર રમાકાંત પાંડેને ઠાર મારી તેની દુકાનમાંથી 10 લાખના દાગીના લૂંટીવાના કેસમાં મુંબઈ પોલીસની 10 ટીમોએ શૂટર અને ટિપર સહિત 5 આરોપીઓને મુંબઈ- સુરતથી ઝડપી લીધા છે, જ્યારે હત્યા અને લૂંટનું કાવતરું ઘડનારો ઝવેરીનો પરિચિત ફરાર છે. પોલીસે મૂળ મધ્ય પ્રદેશના ઈન્દોરના શૂટરો 19 વર્ષીય આયુષ સંજય પાંડે, 21 વર્ષીય નિખિલ માણેકજી ચંડાલ , 21 વર્ષીય ઉજય સંજય બાલીની સુરતના બરબોધન ગામમાંથી ધરપકડ કરી છે, જ્યારે મુંબઈના ટિપર દહિસરમાં રહેતા 21 વર્ષીય ચિરાગ ઈન્દરમલ રાવલ અને 21 વર્ષીય અંકિત સંજય મહાડિકની મુંબઈથી ધરપકડ કરી છે.

ઝવેરીનો પરિચિત અને આ કાંડનો માસ્ટર માઇન્ડ ઈન્દોરનો રહેવાસી 22 વર્ષીય બંટી પાટીદાર ફરાર છે. પાટીદાર ઝવેરી પાંડેને ઓળખતો હતો અને તેની દુકાનમાં કેટલો માલ હોય છે તે જાણકારી હતી. ઝવેરીની દુકાનમાં એક બટન દબાવતાં અંદરથી લોક થઈ જાય છે. આવું થતું ટાળવા સૌપ્રથમ ઝવેરીની હત્યા કરીને પછી લૂંટ ચલાવવાની યોજના બનાવી હતી. જેના માટે ઈન્દોરના જ ત્રણ શૂટરને રોક્યા હતા. મુંબઈના બે ટિપરોને ઝવેરી દુકાનમાં ક્યારે આવે છે, ક્યારે જાય છે તેની રેકી કરવાનું કામ સોંપ્યું હતું.

એક આરોપીના બુટથી પગેરૂં મળ્યું
ત્રણ શૂટરો બે દિવસ પૂર્વે હોન્ડા કારમાં મુંબઈ આવ્યા હતા. મીરા ભાયંદરમાં હાઈવે પર ફાઉન્ટન હોટેલ પાસે કાર પાર્ક કરી હતી. આ પછી ચોરીની એક્ટિવા પર ઝવેરીની દુકાને પહોંચ્યા હતા. કામને અંજામ આપ્યા પછી ફાઉન્ટન હોટેલ પાસે ગયા હતા, જ્યાંથી કાર લઈને યોજના મુજબ સુરતના અંતરિયાળ ગામડામાં જઈને છુપાઈ ગયા હતા. એક આરોપીનું બુટ અને એક આરોપીના સોશિયલ મિડિયા પરથી આખો કેસ ઉકેલી કાઢ્યો હતો, એમ કાયદો અને વ્યવસ્થા સંભાળતા જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે- પાટીલે જણાવ્યું હતું.

પોલીસે દાગીના- રિવોલ્વર કબજે કર્યા
આરોપીઓએ ચોરેલા 30 તોલા સોનાના દાગીનામાંથી પોલીસે અમુક દાગીના રિકવર કર્યા છે. હત્યા માટે ઉપયોગ કરેલી દેશી રિવોલ્વર અને બે જીવંત કારતુસ પણ કબજે લીધાં છે. માસ્ટરમાઈન્ડ પાટીદાર અને બાકી દાગીના શોધવાનું કામ ચાલુ છે એમ નાંગરે પાટીલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...