તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:હર્બલને નામે ઠગાઈ કરનાર ડોક્ટર સહિત 3ની ધરપકડ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કરોડોની છેતરપિંડી

કોવિડ મહામારીએ માઝા મૂકી છે તેવા વિકટસમમાં ઓનલાઈન હર્બલ ઉત્પાદનો વેચવાને નામે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કરોડોની છેતરપિંડી કરવા સંબંધે મુંબઈમાં ચેમ્બુર પોલીસે એક ડોક્ટર સહિત ત્રણ જણની ધરપકડ કરી છે. આરોપીમાં મહંમદ હુસૈન તુકારામ શેખ ઉર્ફે શિવાજી તુકારામ બેનુગડે (51), ડો. ત્રિજુગીલાલ બુધરામ કુર્મી (43) અને સલીમ અનવરૂદ્દીન શેખ (39)નો સમાવેશ થાય છે.

આ ટોળકીનું આંતરરાષ્ટ્રીય કનેકશન બહાર આવ્યું છે. આ ટોળકીના વેન્કટેશ નાડર, લાલજી, આરીફ શેખ, નાઈજીરિયનો સન્ડે, જેરી અને એડવર્ડની પણ શોધ ચલાવવામાં આવી રહી છે. થોડા દિવસ પૂર્વે હરિયાણાના કેબિનેટ મંત્રીના ભત્રીજા નફિસ અહમદ મહંમદ યુનુસ ખાને તેમના ઘોડાના ઉપચાર માટે એકેઆઈ રિઝર્વ્ડ પાઉડર ઓનલાઈન મગાવ્યો હતો. ખાને આ પાઉડર અજયકુમાર હર્બલ એન્ટરપ્રાઈઝીસના અર્ચનકુમાર અને એમ એચ એન્ટરપ્રાઈઝીસના મહંમદ હુસૈન તુકારામ શેખ પાસેથી મગાવ્યો હતો.

ખાતાંમાંથી 5 કરોડ મળ્યા
આરોપીઓએ 16 બેન્કમાં નકલી દસ્તાવેજોને આધારે ખાતાં ખોલાવ્યાં હતાં, જેમાંથી રૂ. 5 કરોડ મળી આવ્યા છે. આ સર્વ રકમ આરોપીઓએ લોકોને છેતરીને કમાણી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ મહારાષ્ટ્ર સાથે ગુજરાત, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કેરળ સહિત વિવિધ રાજ્યમાં લોકો સાથે છેતરપિંડી કરી છે. હજુ છ જણની શોધ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...