ધરપકડ:મુંબઈમાં બે વોચમેન સહિત 3 ની વિનયભંગ મુદ્દે ધરપકડ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર મહિનાથી પીડિતાને ત્રાસ આપતા હતા

મુંબઈની એક હાયફાય સોસાયટીમાં બે વોચમેન અને અન્ય એક જણ મહિલાની છેડતી કરીને વિનયભંગ કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. છેલ્લા ચાર મહિનાથી છેડતી કરવામાં આવતી હતી એવો મહિલાનો આરોપ છે. આ પ્રકરણે ઓશિવરા પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી. પીડિતાના જણાવ્યા અનુસાર એ આર્ટિસ્ટ છે અને એક પ્રોડક્શન હાઉસની ઓફિસમાં સેક્રેટરી તરીકે કામ કરે છે.

પીડિતાએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી હતી. એ પછી આ ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી. પીડિતાએ પોલીસમાં આપેલી ફરિયાદ અનુસાર એ આ સોસાયટીમાં આઠ મહિનાથી અન્ય એક મહિલા સાથે રહે છે. જુલાઈ 2021થી ત્રણેય આરોપીઓ એના પર વાંધાજનક ટિપ્પણી કરતા હતા. સોસાયટીમાં પ્રવેશ કરતા કે બહાર જતા સમયે વાંધાજનક ભાષામાં બોલતા હતા. 21 ઓકટોબરના એ સોસાયટીમાં આવી ત્યારે એક વોચમેને એને અટકાવી હતી. સોસાયટીના રજિસ્ટરમાં નામ નોંધવા જણાવ્યું હતું. એના પર છેલ્લા આઠ મહિનાથી આ સોસાયટીમાં રહું છું એમ પીડિતાએ જણાવ્યું હતું. જોકે વોચમેને એને ગાળો ભાંડવાની શરૂઆત કરી અને વાંધાજનક ભાષા ઉચ્ચારી. એ પછી મહિલાએ પોલીસમાં એના વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

મહિલાની ફરિયાદ પરથી પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી. તેમના વિરુદ્ધ વિનયભંગ અને અન્ય કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોસાયટીના અન્ય રહેવાસીઓના જવાબ નોંધવામાં આવી રહ્યા છે. આ સોસાયટીમાં હજી કેટલી મહિલાઓ સાથે આવું થયું છે એની તપાસ કરવામાં આવી રહી છે એવી માહિતી પોલીસે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...