ધરપકડ:ટ્રેનમાં દારૂની દાણચોરી મુદ્દે અમદાવાદના 3ની ધરપકડ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોવાથી સસ્તો દારૂ લાવીને ગુજરાતમાં વેચતા

ગોવા-મુંબઈ માર્ગે એક્સપ્રેસ ટ્રેનમાંથી બીજા રાજ્યોમાં મોટા પ્રમાણમાં દારૂની દાણચોરી થતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આવી ઘટનાઓ પર લગામ તાણવા રેલવે પોલીસે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. ટ્રેન નંબર 06334 ત્રિવેન્દ્રમ-વેરાવળ એક્સપ્રેસમાં ગોવાથી આવેલા 3 પ્રવાસીઓ ગુજરાતમાં વિદેશી દારૂ લઈ જવાના હોવાની માહિતી રેલવે પોલીસને મળી હતી. આ ટ્રેન પનવેલ સ્ટેશન પહોંચી ત્યારે ગુના શાખાના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક ગજેન્દ્ર પાટીલ, સહાયક પોલીસ નિરીક્ષક સચિવ લોખંડે, હવાલદાર મહેશ સુર્વે, શૌકત મુજાવર, પોલીસ હિતેશ નાઈક અને ટીમે સંપૂર્ણ ટ્રેનની તપાસ કરી.

પનવેલથી વસઈ રોડ સ્ટેશન વચ્ચે પોલીસને ત્રણ શંકાસ્પદ શખસ મળી આવ્યા. તેમની પાસેથી વિદેશી દારૂની 1498 બાટલીઓ મળી હતી. આ બાટલીઓ કાર્યવાહી અંતર્ગત જપ્ત કરવામાં આવી. આ વિદેશી દારૂની કુલ કિંમત રૂ. 2,86,576 છે. આરોપીઓ ભાવેશ પટેલ, સંજય વણજારા અને મનીષ સોનાવણે અમદાવાદમાં રહે છે. આ આરોપીઓ ગોવાથી સસ્તા દરે દારૂ ખરીદીને ગુજરાતમાં ઠેકઠેકાણે વેચતા હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...