તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી નોટો જપ્ત:વીડિયો જોઈને નકલી ચલણી નોટો બનાવનાર 3ની ધરપકડ

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ પાસેથી 38 હજારની નકલી નોટો જપ્ત

લોકડાઉનના સમયમાં નોકરી જવાથી ઝટપટ રૂપિયા રળવા માટે યુટ્યુબ પર વીડિયો જોઈને નકલી નોટો બનાવતા ત્રણ જણની બાન્દરા પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓ નદીમ મોહમ્મદ ફાસોપકર, આફતાબ મોહમ્મદ શેખ અને ઈમરાન શેખ વ્યવસાયે એન્જિનિયર, હોટેલ માલિક છે. આ ત્રણેય પાસેથી પોલીસે રૂ. 38,000ની નોટો જપ્ત કરી હતી. આ નકલી નોટોને બાન્દરાની ઝૂપડપટ્ટીમાં વિતરણ કરવાનો ઈરાદો પોલીસે બર આવવા દીધો નહોતો.

બાન્દરા પશ્ચિમના શાસ્ત્રીનગર પરિસરમાં કેટલાક જણ નકલી નોટોનું વિતરણ કરવા માટે આવવાના હોવાની માહિતી બાન્દરા પોલીસને મળી હતી. એ પછી સહાયક આયુક્ત વસંત પિંગળેના માર્ગદર્શન હેઠળ બાન્દરા પોલીસ સ્ટેશનના પ્રભારી પોલીસ નિરીક્ષક મનોહર ધનાવડે, પોલીસ નિરીક્ષક નિકમ, સહાયક નિરીક્ષક ફડની ટીમના પોલીસોએ શાસ્ત્રીનગર નજીક છટકુ ગોઠવ્યું હતું. પોલીસે નદીમ, આફતાબ અને ઈમરાનને તાબામાં લીધા હતા. આ ત્રણેય પાસેથી પાંચસો રૂપિયાની 76 નોટો જપ્ત કરી હતી. નદીમ કલવામાં રહે છે અને એક હોટેલનો માલિક છે. આફતાબ એન્જિનિયર અને ઈમરાન સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...