વિવાદ:સરકાર વિરુદ્ધ 28,000 ગ્રામ પંચાયત એક દિવસ બંધ રહેશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીઓ ટાણે જ સરકાર અને સરપંચ પરિષદમાં વિવાદ વધ્યો

આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર અને સરપંચ પરિષદ વચ્ચે વિવાદ વધવાની શક્યતા છે. છેલ્લા થોડા દિવસથી સરપંચ પરિષદે મહારાષ્ટ્ર સરકાર પાસે પોતાની માગણીઓ રજૂ કરી હતી. આ માગણીઓ તરફ સરકારે ધ્યાન આપ્યું નહીં તેથી ગ્રામપંચાયતો બંધ રાખવાનો ઈશારો આપ્યો હતો. જો હવે માગણીઓ માન્ય નહીં કરાય તો આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં તેની અસર સરકારને ભોગવવી પડશે, એવો ઈશારો સરપંચ પરિષદે આપ્યો છે.

સરપંચ પરિષદે સોમવારે મુંબઈમાં પોતાની માગણીઓ ફરી એક વાર પત્રકાર પરિષદમાં રજૂ કરી હતી. સરપંચ પરિષદના પ્રદેશાધ્યક્ષ દત્તા કાકડેએ માગણીઓ રજૂ કરી હતી. ગ્રામ પંચાયત સંબંધમાં માગણીઓ વિશે સમયાંતરે ફોલો-અપ કરવા છતાં તે માન્યથતી નહીં હોવાથી રાજ્યના સરપંચ, ઉપસરપંચ દ્વારા રાજ્ય વિધાનમંડળના શિયાળુ સત્રના પહેલા દિવસે ગ્રામ પંચાયતો બંધ રાખવાનો નિર્ણય સરપંચ પરિષદે લીધો છે.

અન્ય સમાચારો પણ છે...