તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહાપાલિકા ક્ષેત્રોમાં 2780 ટન કચરો ભેગો કરાયો

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહાપાલિકા ક્ષેત્રમાં સ્વચ્છતા બાબતે કાર્યવાહી વધુમાં વધુ અસરકારક રીતે થાય, આ કાર્યવાહીમાં લોકોનો સહભાગ વધે અને પોતાનો પરિસર તથા એ રીતે આપણું મુંબઈ ખૂબ સ્વચ્છ રહે એ ઉદ્દેશથી બૃહન્મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં 12 નવેમ્બરના એક વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ, અતતિરિક્ત મહાપાલિકા કમિશનર (પશ્ચિમ ઉપનગર) સુરેશ કાકાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ એક દિવસના અભિયાનમાં બૃહન્મુંબઈ મહાપાલિકાના તમામ 24 વોર્ડ સ્થિત હોસ્પિટલ, ઉદ્યાનો, પૂતળાઓ અને સ્મારક, બસસ્ટોપ, તળાવો, સ્વચ્છતાગૃહો, જાણીતા ફરવાના ઠેકાણાઓ, શાક મારકેટ, વેપારી ક્ષેત્રો, ફ્લાયઓવર, ચોપાટીઓ, રસ્તા વગેરે ઠેકાણાઓની સફાઈ કરવામાં આવી હતી.

એમાં લોકપ્રતિનિધીઓ, બિનસરકારી સંસ્થાના સભ્યો, સ્વચ્છ મુંબઈ અભિયાનના સ્વયંસેવકો, મહાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તથા કામદારો વગેરેએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ વિશેષ અભિયાનમાં મહાપાલિકાના 15,230 કર્મચારીઓ સહિત 2884 સ્વયંસેવકો સહભાગી થયા હતા. આખા દિવસમાં 2780 ટન કચરો ભેગો કરવામાં આવ્યો હતો. આ અભિયાનને પોલીસ દળનો સહયોગ પણ મળ્યો હતો એવી માહિતી ઘનકચરા વ્યવસ્થાપન ખાતા દ્વારા આપવામાં આવી હતી. રોજ 2 ટન કચરામાંથી વીજ નિર્મિતી : મહાપાલિકાના ડી વોર્ડના હાજી અલી પરિસર નજીકના 1400 સ્કવેર ફૂટના ભૂખંડ પર કચરામાંથી વીજ નિર્મિતી કરતા પ્રકલ્પનું કામ અત્યારે ચાલુ છે.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ પ્રકલ્પનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (પશ્ચિમ ઉપનગર) સુરેશ કાકાણી સહિત સહ આયુક્ત (ઘનકચરો વ્યવસ્થાપન) આનંદ વાગરાળકર, સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત હતા. 2021ના પ્રથમ ત્રણ માસમાં આ પ્રકલ્પ કાર્યાન્વિત થશે એવી અપેક્ષા છે. આ પ્રસ્તાવિક પ્રકલ્પની ક્ષમતા દરરોજ 2 ટન મેટ્રિક ટન કચરામાંથી વીજ નિર્મિતી કરવાની છે. આ પ્રકલ્પમાંથી દર વર્ષે 1,82,000 યુનિટ વીજ નિર્મિતી થશે એવો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો