તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાંદરામાં દાણચોરીથી લવાયેલી વિદેશી સિગારેટનાં 27 પાર્સલ જપ્ત

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાંદરા ટર્મિનસ સ્ટેશન ખાતે દાણચોરીથી પાર્સલ દ્વારા મોકલવામાં આવેલી વિદેશી સિગારેટનો લાખ્ખોનો જથ્થો રેલવે પ્રોટેકશન ફોર્સ અને કસ્ટમ્સ દ્વારા સંયુક્ત કામગીરીમાં જપ્ત કરવામાં આવ્યો છે. આ પાર્સલ કોણે મોકલાવ્યું હતું અને ક્યાં પહોંચવાનું હતું તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે.

9મી જુલાઈના રોજ વિશ્વસનીય માહિતી મળી હતી કે ટ્રેન નં. 09020 હરિદ્વાર- બાંદરા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના લીઝ્ડ પાર્સલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ દાણચોરીથી મોકલવામાં આવી છે. આને આધારે આરપીએ દ્વારા તુરંત કથિત પાર્સલ રોકવા માટે પાર્સલ ઓફિસને જાણ કરવામાં આવી હતી.કુલ 27 પાર્સલ જપ્ત કરીને પાર્સલ ઓફિસમાં સંરક્ષિત રાખવામાંઆવ્યાં હતાં. આ પછી બીજા દિવસે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ આવ્યા બાદ આરપીએફ અને પાર્સલ અધિકારીઓની સામે પાર્સલ ખોલવામાં આવ્યાં હતાં. તેમાંથી વિદેશી બ્રાન્ડની સિગારેટો મળી આવી હતી, જે સીઓટીપી નિયમનું ઉલ્લંઘન કરીને ભારતમાં દાણચોરીથી લાવવામાં આવી હતી.

આ નિયમ હેઠળ સિગારેટનાં પેકેટો પર તસવીર સાથે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવી તસવીર સાથે ચેતવણી આપતું લખાણ ફરજિયાત છપાયેલું હોવું જોઈએ, જે વિદેશી સિગારેટનાં પેકેટો પર નહોતું. કુલ 260 કિલો સિગારેટની સર્વ 1226 સ્લીવ્ઝ જપ્ત કરાઈ છે, જેમાં વિવિધ પ્રખ્યાત બ્રાન્ડનો સમાવેશ થતો હતો.

અન્ય સમાચારો પણ છે...