તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનસુખ હિરન હત્યા પ્રકરણ:વાઝેની ધરપકડ બાદ ખાતામાંથી 26.50 લાખ ઉપાડવામાં આવ્યા

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાઝે અને તેના સાથીના જોઈન્ટ લોકરમાંથી વાંધાજનક દસ્તાવેજો જપ્ત

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બહુમજલી નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટક સાથેની મહિંદ્રા સ્કોર્પિયો કાર મળવાના અને વેપારી મનસુખ હિરનની હત્યા પ્રકરણમાં સસ્પેન્ડેડ એપીઆઇ સચિન વાઝની ધરકડ કર્યા પછી તેના અને તેના સાથીના બેન્કમાં જોઈન્ટ અકાઉન્ટમાંથી રૂ. 26.50 લાખ ઉપાડી લેવાયા હોવાનું એનઆઈએની તપાસમાં બહાર આવ્યું છે. શનિવારે બંને બાજુ ધારદાર દલીલો પછી વાઝેની કસ્ટડી 7 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી હતી.

એનઆઇએ વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટની જણાવ્યું કે વાઝેનું વર્સોવા ખાતે ડીસીબી બેંકમાં જોઈન્ટ અકાઉન્ટ અને જોઈન્ટ લોકર મળી આવ્યું છે. 8મી માર્ચ સુધી બેન્કના ખાતામાં રૂ. 26.50 લાખ હતા અને લોકરમાં મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો હતા. વાઝેની 13 માર્ચે ધરપકડ બાદ 30 માર્ચે બેન્ક ખાતું અને લોકર તપાસમામાં આવતાં રૂ. 26.50 લાખ ઉપાડી લેવાયા હોવાનું અને લોકરમાંથી વાંધાજનક દસ્તાવેજો પણ ઉપાડી લેવાયા હોવાનું જણાયું છે. વાઝેની ધરપકડના 4 દિવસ પછી, એટલે કે, 18 માર્ચે આ ખાતામાંથી તમામ પૈસા અને દસ્તાવેજો ઉપાડી લેવાયા છે, જેની હવે તપાસ ચાલુ છે.

દરમિયાન અત્યાર સુધી આ કેસમાં એનઆઈએ દ્વારા 50 સાક્ષીદારનાં નિવેદન નોંધ્યાં છે, 30 જગ્યાએ પંચનામાં કરવામાં આવ્યાં છે, સીસીટીવીમાંથી 120 ટીબી ડેટા મળી આવ્યો છે, જેની તપાસ ચાલુ છે. બીજી તરફ વાઝેના ભાઈ સુધર્માએ વાઝેને કપડાં આપવા માટે કોર્ટ રૂમમાં પાંચ મિનિટની મુલાકાતનો સમય માગ્યો હતો. કોર્ટે તે માન્ય કર્યું હતું.

વાઝેના વકીલની દલીલ
વાઝેના વકીલે દલીલ કરી હતી કે જિલેટિન સ્ટિક્સનો મામલો મારા અસીલ વિરુદ્ધ પ્લાન્ટ કરાયો છે. મીઠી નદીમાંથી પ્રાપ્ત કરાયેલાં સાધનો વિશે મારા અસીલે કોઈ કબૂલાત કરી નથી. મીઠી નદી 17.84 કિ.મી. લાંબી અને 70 ફૂટ ઊંડી છે. આ સામગ્રી એકદમ સમાન સ્થળે કેવી રીતે મળી શકે. વકીલે એમ પણ દલીલ કરી કે, વાઝેનું કોઈ સંયુક્ત બેન્ક ખાતું નથી તો પછી વાઝેની ધરપકડ પછી તે ખાતામાંથી કોઈ પૈસા કઈ રીતે ઉપાડી શકે. 120 ટીબી સીસીટીવી ડેટા માટે વાઝે કઈ રીતે જવાબદાર હોઈ શકે.

વાઝેનાં અન્ય બેન્ક ખાતાં- લોકરની તપાસ
દરમિયાન એનઆઇએના વકીલ દ્વારા વિશેષ કોર્ટમાં રજૂઆત કરાઇ હતી કે, વાઝેનાં બીજાં કેટલાંક બેંક ખાતાં અને લોકર છે. તેમાંના વ્યવહાર તપાસવાના બાકી છે. અત્યાર સુધીમાં 7 કાર મળી આવી છે, જેની તપાસ ચાલુ છે. વાઝેના ઘરેથી એક પાસપોર્ટ મળી આવ્યો છે, જે વાઝેનો નથી, પરંતુ તે કોનો છે તેની તપાસ બાકી છે, એમ કહીને કસ્ટડી વધારવાની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો