તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:24 ગુજરાતીઓએ હાથ પર શિવબંધન બાંધ્યું

મુંબઈ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિવસેનાએ જલેબી ફાફડા સાથે આ વખતે રાસગરબાનું પણ આયોજન કર્યું

મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને પછડાટ આપવા માટે શિવસેનાએ ગુજરાતીઓને આકર્ષવા માટે નવા નવા તુક્કા લડાવવાનું શરૂ કર્યું છે. મુંબઈના જલેબી ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપડા ઉપક્રમ પછી રવિવારે તેના બીજા ઉપક્રમમાં જલેબી- ફાફડાં- શિવ વડાંપાંઉ સાથે રાસગરબા પણ રમાડ્યા હતા. આ સમય વિવિધ ક્ષેત્રના 24 ગુજરાતીઓએ હાથ પર શિવબંધન બાંધી લીધું હતું. જાન્યુઆરીમાં શિવસેના પ્રથમ મેળાવડામાં 11 ગુજરાતીઓ જોડાયા હતા.

મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપ પણ કમર કસી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી બાદ શિવસેનાએ ભાજપ સાથે જોડાણ તોડ્યું હતું અને કોંગ્રેસ- એનસીપી સાથે રાજ્યમાં સત્તા સ્થાપિત કરી હતી અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બન્યા હતા. તે પછી શિવસેના સામે ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. વળી, છેલ્લાં ઘણાં વર્ષોથી મહાપાલિકા પર શિવસેનાની સત્તાને ખેંચવા માટે ભાજપે મિશન મુંબઇની શરૂઆત કરી છે. મહાપાલિકામાં અકહથ્થુ સત્તા મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે ત્યારે બીજી તરફ શિવસેનાએ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે અભિયાન શરૂ કર્યું છે.

શિવસેનાએ “જલેબી ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપડા’ ટેગલાઇન સાથે મુંબઈમાં ગુજરાતી ભાઈઓનો મેળાવડો યોજ્યો હતો. આ પછી રવિવારે બીજી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રના 24 ગુજરાતી આગેવાનો શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. આ સમયે નવરાત્રિ ક્વીન પ્રીતિ, પિન્કી અને ભૂમિ ત્રિવેદીના મધુર સ્વર તેમ જ ઇન્ટરનેશનલ ટ્રેઈનર જીગર અને સુહૃદ સોની ભાઈઓના માર્ગદર્શન હેઠળ મેળાવડામાં રાસગરબાનું આયોજન કરાયું હતું.

આ સમયે શિવસેનામાં હાલમાં જ પ્રવેશ કરનારા હેમેન્દ્ર મહેતા, નગરસેવિકા રાજુલ પટે, શિક્ષણ સમિતિના ચેરમેન સંધ્યા દોશી, બિરેન લિંબચિયા, જયંતી મોદી, જિજ્ઞેશ ભૂતા, રાજેશ દોશી, કલ્પેશ મહેતા વગેરે હાજર હતાં.

શિવસેનામાં કોણ જોડાયા
દરમિયાન શિવસેનામાં જોડાયેલા વિવિધ ક્ષેત્રના વેપારીઓમાં પ્રદીપ જૈન, પરેશ પંડ્યા, મેહુલ શિરોદરિયા, મેહુલ મિસ્ત્રી, ઝહીર સૈયદ, નૈતિક મનવાણી, કેતન જોશી, ઈશાન વિઠલાણી, ઈમરાન નડિયાદવાલા, શશીકાંત દેસાઈ, ધવલ પંડયા, અતુલ શાહ, રાકેશ તુરકિયા, સાગર માંડવિયા, રાજેશ વિઠલાણી, અસલમ પરમાર, હાર્દિક અધ્યવર્યુ, પરેશ ટંક, સાહિલ રાજેશ વિઠલાણી, હિરેન શાહ, વિરાગ પંડ્યા વગેરેનો સમાવેશ થતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો