તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરીદી:24 ફાયર બાઇક્સ અને 2.5 કરોડના ખર્ચે બે રોબોટ લવાશે, સાંકડી ગલીઓમાં ઝડપથી જઇ શકે તે માટે ફાયર બ્રિગેડની ખાસ ખરીદી

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંબઈમાં ખાસ કરીને સાંકડી ગલીઓ, વસતિ કે ચાલીમાં આગ લાગે તો ફાયરબ્રિગેડના બંબા પહોંચી શકતા નથી, જેને લીધે જાનમાલને વધુ હાનિ પહોંચે છે. આ સમસ્યા ઉકેલવા માટે ફાયરબ્રિગેડ વિભાગે આવી જગ્યાઓમાં ઝડપથી પહોંચી શકે તેવી આગ બુઝાવતી હાઈટેક ફાયર બાઈક્સ લાવવાની યોજના બનાવી છે. કુલ 24 ફાયર બાઈક્સ કાફલામાં ઉમેરવાની યોજના બનાવવામાં આવી હોવાની માહિતી મહાપાલિકાના ઉપ મુખ્ય અગ્નિશમન દળ અધિકારી રાજેન્દ્ર ચૌધરીએ આપી હતી.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઝડપથી થઈ રહેલા ઔદ્યોગિક અને નાગરી વિકાસ સાથે સાંકડમુકડ વસતિઓ પણ વધી રહી છે. ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ છે. આ અડચણોને લીધે ફાયરબ્રિગેડનું બચાવકાર્ય પહોંચે ત્યાં સુધી આગ વિકરાળ રૂપ ધારણ કરે છે, જેને લીધે જાનમાલને વધુ હાનિ પહોંચવાની શક્યતા હોય છે. આ ધ્યાનમાં લેતાં આવી જગ્યાઓમાં જરૂરી સાધનસામગ્રી સહિત પહોંચીને બચાવકાર્ય કરતી ફાયર બાઈક્સ મુંબઈ મહાપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગમાં લાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

એક રોબો માટે રૂ. 1.25 કરોડનો ખર્ચાશે
ભીષણ આગ અથવા પ્રચંડ ધુમાડાના સ્થળે જઈને આગ પર નિયંત્રણ મેળવનાર, આગના સ્થળે જઈને અંદરની પરિસ્થિતિ બહારના કોમ્પ્યુટર પર બતાવનાર એક રોબો હાલમાં મહાપાલિકાના ફાયરબ્રિગેડમાં છે. છેલ્લા થોડા સમયમાં અમુક મોટી આગની ઘટનાઓમાં રોબોનો સફળ ઉપયોગ કરવામાં આવ્યો છે. આને કારણે ફાયરબ્રિગેડ વધુ સક્ષમ કરવા માટે વધુ બે રોબો લાવવામાં આવશે. એક રોબો માટે મહાપાલિકા રૂ. 1.25 કરોડનો ખર્ચ કરશે.

પીઠ પર પંપ લઈ જવાની પણ જરૂર નહીં રહે
ફાયર બાઈક્સની બંને બાજુ પાણીની નાની ટાંકીઓ હશે. ઉપરાંત ઈનબિલ્ટ એન્જિનને લીધે ઘટનાસ્થળે રહેલી પાણીની ટાંકીમાંથી પાણી ખેંચીને ફુવારો મારી શકાશે. વાહન પર જ પાણી મારવાની સુવિધાઓ હોવાથી ગીચ જગ્યાઓમાં પીઠ પરથી પંપ લઈ જવાની પણ જરૂર નહીં રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો