તાપમાનમાં વધારો:મુંબઈના તાપમાનમાં 2.4 ડિગ્રીનો વધારોઃ અંબરનાથમાં 5.3નો વધારો

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈમારતની ભીંત અને છત પર રંગકામ કરવા સફેદ રંગનો ઉપયોગની સલાહ

મુંબઈ અને આસપાસના પરિસરમાં લોકસંખ્યામાં વધારાની સાથે જ શહેરીકરણ પણ વધી રહ્યું છે. એની અસર તાપમાનમાં વધારા રૂપે થઈ રહી છે. મુંબઈનું સરેરાશ તાપમાન 28 થી 32 ડિગ્રી સેલ્સિયશ રહે છે. 2050ના અંત સુધી એમાં 2.4 ડિગ્રીનો વધારે થશે એવો અંદાજ પવઈની આઈઆઈટી મુંબઈના સંશોધકોએ અભ્યાસના અંતે કાઢ્યો છે. મુંબઈ નજીકના અંબરનાથ ખાતે શહેરીકરણની ઝડપ જોતા ત્યાંના સરેરાશ તાપમાનમાં આ જ સમયગાળા સુધી 5.3 ડિગ્રી સેલ્સિયશનો વધારો થશે.

શહેરના આ તાપમાનમાં વધારાને કારણે ઘરથી બહાર કામ કરનારા નાગરિકોએ ત્રણથી પાંચ કલાક સુધી ઉકળાટ સહન કરવો પડશે એવું સંશોધકોનું અનુમાન છે. આઈઆઈટી મુંબઈના પ્રોફેસર શિરીષકુમાર ગેડામના માર્ગદર્શન હેઠળ વિનાયક ભણગેએ આ અભ્યાસ કર્યો છે.

સંશોધકોએ એમએમઆર ક્ષેત્રની જમીનના વપરાશમાં ફેરફારનો અભ્યાસ કર્યા પછી તાપમાનમાં વધારોનો અંદાજ કાઢ્યો છે. આ પહેલાં જ વિકસિત થયેલા મુંબઈ અને થાણેના સરેરાશ તાપમાનમાં અનુક્રમે 0.2 અને 0.3 ડિગ્રી સેલ્સિયશનો વધારો થયેલો દેખાય છે.

અંબરનાથમાં એના કરતા પણ અનેક ગણો વધારો તાપમાનમાં થઈ રહ્યો છે એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. શહેરોમાં ઈમારતની ભીંત અને છત પર રંગકામ કરવા સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે તો દૈનિક તાપમાન લગભગ એક ઓછું કરી શકાય છે એવી સલાહ સંશોધકોએ આપી છે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ યોજનામાં એવું ધોરણ સ્વીકારવામાં આવે એવો તેમનો મત છે.

પર્યાવરણ પર થતી અસરનો વિચાર કરો
એશિયા ખંડના મહત્વના શહેરોમાં વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવવામાં આવે છે. પણ વિકાસના કારણે પર્યાવરણ પર થતી અસરનો અંદાજ કાઢવામાં આવતો નથી એવો મત આ અભ્યાસમાં સહભાગી થયેલા જાપાનના હિરોશીમા યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર હાન સુ લીએ વ્યક્ત કર્યો હતો. અંબરનાથ. ઉલ્હાસનગર અને કલ્યાણમાં મોટા પ્રમાણમાં ખેતીની જમીન હતી. આ જમીન પર ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. મોટા મોટા ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. તેથી તાપમાન નિયંત્રિત રાખતી માટીની જમીનની જગ્યા સિમેન્ટ કોંક્રિટે લીધી છે.

અન્ય સમાચારો પણ છે...