તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનદાન:મહારાષ્ટ્રના સમુદ્રકાંઠે 23,706 કાચબાનાં બચ્ચાને જીવનદાન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2019-20 કરતાં, 2020-21માં કાચબાનાં ઘરમાં નોંધપાત્ર વધારો

મહારાષ્ટ્રના સમુદ્રકાંઠે કાચબાના સંવર્ધન માટે ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યાં હોઈ આ પ્રયાસોને સફળતા મળી રહી છે. આ મુજબ 2019-20 કરતાં 2020-21માં કાચબાનાં ઘરોમાં વધારો થયો છે. આ વધારો અથવા ઘટાડો કાયમી સ્વરૂપનો નથી. આમ છતાં કાચબાનાં બચ્ચાંઓનો વિચાર કરતાં છેલ્લા બે વર્ષની તુલનામાં 2020-21માં કાચબાનાં વધુ બચ્ચાં ફરીથી સમુદ્રમાં સુખરૂપ છોડવામાં આવ્યાં હોઈ આ આંકડો 23,706 છે.

ભારતના પશ્ચિમ કિનારે અનેક ઠેકાણે સમુદ્રિ કાચબાનાં ઘર બનાવે છે. દુનિયાની 7 પ્રજાતિમાંથી 4 પ્રજાતિએ ભારતીય ભૂખંડ પર અને આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુ પર ઘર કર્યાની નોંધ મળી આવી છે. તેમાંથી ફક્ત ઓલિવ રિડલે પ્રજાતિનાં કાચબાં મહારાષ્ટ્રના કિનારે ઘર કરતાં મળી આવ્યાં છે. ઓલિવ રિડલે કાચબાં રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ જિલ્લાના કાંઠા વિસ્તારમાં ઘર કરે છે. જોકે કાચબાનો શિકાર કરવામાં આવે છે.કૂતરાઓ થકી કાચબાનાં ઈંડાંને નુકસાન થાય છે. જોકે તેનું રક્ષણ તરીકે મહારાષ્ટ્ર વન વિભાગ, સહ્યાદ્રિ નિસર્ગ મિત્ર અને સ્થાનિકોની મદદથી કાચબા સંવર્ધનની ઝુંબેશ હાથમાં લેવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત કાચબાં ઉછેર કેન્દ્રની શૃંખલા મહારાષ્ટ્રના કિનારાના ભાગોમાં તૈયાર કરવામાં આવી છે. 2006થી વેળાસ, આંજર્લે, રત્નાગિરિ ખાતે કાચબા મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો છે.

કિનારે વહી આવેલાં કાચબાની નોંધ
ગ્રીન સી, હોક્સબીલ, લેધર બેક, સી ટર્ટલ પ્રજાતિના કાચબાની અમુક નોંધ મહારાષ્ટ્રના કિનારે થઈ છે. આ પ્રજાતિઓએ હજુ મહારાષ્ટ્રના કિનારે ઘર કર્યાની નોંધ મળી આવી નથી. જન્મેલાં બચ્ચાંની સંખ્યા 2018-19માં 12,601, 2019-20માં 12,149, 2020-21માં 23,706 રહી છે. બચ્ચાંનું સેવન પ્રમાણ 2018-19માં 54.5 ટકા, 2019-20માં 44.6 ટકા, 2020-21માં 46.7 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...