મુંબઈ મહાપાલિકાએ સતત બે વર્ષ કોરોનાનો સામનો કર્યો છતાં ખાલી પદના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ પર તાણ ઓછો થતા દેખાતો નથી. મુંબઈમાં મહાપાલિકાના અત્યાધુનિકીકરણ, નવી ટેકનોલોજી, કોન્ટ્રેક્ટ પદ્ધતિથી ઉપલબ્ધ મનુષ્યબળમાં નિયમિત કામ ચલાવવામાં આવી રહ્યા છે. જો કે મહાપાલિકામાં કુલ ખાલી પદ અને ઉપલબ્ધ મનુષ્યબળને જોતા ખાલી પદની સંખ્યા વધારે છે. મુંબઈમાં મહાપાલિકામાં 1 લાખ 20 હજાર પદ મંજૂર છે. નિયમિત ભરતી અને કોન્ટ્રેકટ પદ્ધતિથી આસ્થાપના અનુસૂચી પર વાસ્તવિક કાર્યરત રદ 97 હજાર છે. આમ અત્યારે 23 હજાર પદ ખાલી છે.
મુંબઈ મહાપાલિકામાં ખાલી પદના કારણે મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પર કામનો તાણ વધી રહ્યો છે. મહાપાલિકાની આસ્થાપના અનુસૂચી પ્રમાણે પ્રશાસકીય અધિકારી સંવર્ગના કુલ 348 પદ છે જેમાંથી 25 પદ (7 ટકા), મુખ્ય એકાઉન્ટંટના કુલ 1280 પદમાંથી 213 પદ (17 ટકા) ખાલી છે. તેથી મહાપાલિકાના રોજિંદા કામકાજ સહિત આસ્થાપના, પ્રશાસકીય કામકાજ ખોરવાતું હોવાનું અધિકારીઓ અને કર્મચારીઓનું જણાવવું છે. મુંબઈ મહાપાલિકામાં અનેક વર્ષથી વિવિધ વિભાગમાં પદ ખાલી છે જે ભરવામાં આવતા નથી. એની અસર મુંબઈગરાઓને મળતી સેવા અને સુવિધાઓ પર થાય છે એમ કામદાર સંગઠન જણાવે છે. મહાપાલિકા પ્રશાસને આ પદ ભરવાનું આશ્વાસન આપ્યું છે.
કોન્ટ્રેક્ટ પરના કર્મીઓના કારણે દુર્લક્ષ?
1990ના દાયકમાં મુંબઈ મહાપાલિકામાં 1 લાખ 47 હજાર પદ હતા. જો કે આ પદ ધીમે ધીમે ઓછા થતા ગયા અને અત્યારે 1 લાખ 20 હજાર પદ છે. તેથી તત્કાલીન સમયગાળાની સરખામણીએ કરીયે તો આ સંખ્યા હજી વધતી જશે એમ કામદાર સંગઠનનોનું જણાવવું છે. અત્યારે ખાલી પદ પર ક્યારે ભરતી કરવામાં આવશે એ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે. તેમ જ કોન્ટ્રેકટ પદ્ધતિ પર ભાર મૂકવામાં આવી રહ્યો હોવાથી કાયમીસ્વરૂપી પદની ભરતી પર દુર્લક્ષ થઈ રહ્યું હોવાનો આરોપ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.