સર્વેક્ષણનું તારણ:કોરોનાથી મુક્ત થયા પછી 22.22 ટકા લોકોના શરીરમાં શુગરનું પ્રમાણ વધ્યું

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 25 થી 50 વયજૂથના નાગરિકોમાં કરેલા સર્વેક્ષણનું તારણ, સારવારમાં અપાતુ સ્ટેરોઈડ જવાબદાર

કોરોનાના સંક્રમણથી મુક્ત થયા પછી એક મહિના સુધી વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક તકલીફ મુંબઈગરાઓને થઈ રહી હોવાનું જણાયું છે. આ પ્રમાણ 20 ટકા જેટલું છે. કોરોના પછી 22.22 ટકા વ્યક્તિઓના શરીરમાં શુગરનું પ્રમાણ વધ્યું છે. તેથી આ તબક્કામાં સંક્રમણમુક્ત મુંબઈગરાઓએ લોહીમાં શુગરના પ્રમાણની તપાસ કરાવવી જરૂરી છે એમ મેડિકલ નિષ્ણાતો જણાવે છે.

પી નોર્થ વોર્ડમાં 25 થી 50 વયજૂથના એક હજાર વ્યક્તિઓમાં આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં લાંબા સમય સુધી શરદી, શરીરમાં દુખાવો, થાક, વાળ ઉતરવા, શ્વાસમાં તકલીફ, અસ્વસ્થ લાગવા જેવા લક્ષણો મોટા ભાગના દર્દીઓમાં દેખાયા. કોરોનાની સારવાર પદ્ધતિમાં આપવામાં આવતા સ્ટેરોઈડને લીધે લોહીમાં શુગરનું પ્રમાણ વધતું હોવાથી એના વપરાશ બાબતે યોગ્ય નિયોજન કરવાની જરૂર વ્યક્ત કરવામાં આવી છે. આ સંદર્ભે માહિતી આપતા મહાપાલિકાના વરિષ્ઠ મેડિકલ અધિકારીઓ માટે આ અભ્યાસ મહત્ત્વનો દિશાદર્શક બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોરોના પછી કયા વયજૂથમાં કયા લક્ષણોની તીવ્રતા વધારે છે એ સ્પષ્ટ થયું હોવાથી સારવારમાં મેડિકલ વ્યવસ્થાપનની દિશા નિશ્ચિત કરવામાં મદદ થશે એમ જણાવવામાં આવ્યું હતું.

આ એક હજાર લોકોમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં 20 ટકા દર્દીઓમાં એક મહિના પછી પણ કોરોનાના લક્ષણો દેખાયા હતા. સૌથી વધુ લક્ષણો 46 થી 50 વયજૂથના વ્યક્તિઓમાં દેખાયા હતા. એનું પ્રમાણ 40.68 ટકા છે. સૌથી ઓછા લક્ષણો 36 થી 40 વયજૂથમાં હતા. આ પ્રમાણ 8.75 ટકા છે. લક્ષણોવાળા તમામ દર્દીઓમાં વાસ ન આવવી, સ્વાદ ન આવવો તેમ જ સતત શરદી, ઉધરસ જેવા લક્ષણો સર્વેક્ષણમાં જણાયા હતા. 13 ટકા વ્યક્તિઓમાં વાળ ઉતરવાની ફરિયાદ પણ છે.

માનસિક રોગ ઓછા
આ સર્વેક્ષણમાં કોરોના પછી નિરાશા તેમ જ માનસિક રોગોનું પ્રમાણ ઓછું હોવાનું દેખાયું છે. જોકે ઉંધ સંબંધિત ફરિયાદ અનેક જણે કરી છે. ઉંઘ ન આવવી, ઉંઘ ઊડી જવી, ઉંઘની પેટર્ન બદલાવી, દિવસે ઉંઘ આવવી જેવા લક્ષણો મુંબઈગરાઓએ જણાવ્યા હતા. ઉંઘ પૂરી ન થાય તો એની અસર શારીરિક આરોગ્ય પર થાય છે. તેથી કોરોના પછી વિવિધ તબક્કે માનસિક રીતે તબિયત ખરાબ થઈ શકે છે. તેથી ભોજન, શક્ય એટલી કસરત અને ઉંઘ એ ત્રણેય મહત્ત્વના ઘટક છે એમ સાઈકિયાટ્રિસ્ટો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...