સર્વેક્ષણ:મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પમાં 2.20 લાખ ઝાડ કપાશે

મુંબઈ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડએ કહ્યુ કેે એટલા જ પ્રમાણમાં વૃક્ષારોપણ કરાશે

અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રકલ્પનું કામ કરતા અડચણ બનતા વિવિધ પ્રકારની બે લાખ કરતા વધારે ઝાડ કાપવામાં આવશે. એમાં મહારાષ્ટ્રના 90 હજાર ઝાડનો સમાવેશ છે. અત્યાર સુધી એક લાખ ઝાડ કાપવામાં આવ્યાની માહિતી નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ તરફથી આપવામાં આવી હતી. અત્યારે ગુજરાતમાં બુલેટ ટ્રેનના કામની શરૂઆત થઈ ગઈ છે અને કાપવામાં આવેલા મોટા ભાગના ઝાડ આ ભાગના છે. કાપવામાં આવેલા ઝાડના બદલે એટલા જ પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યાનો દાવો કોર્પોરેશન કર્યો છે.

કાપવામાં આવનારા ઝાડમાં 60 હજાર ફળના છે અને બાકીના ઝાડમાં મેનગ્રોવ્ઝ, વનસ્પતિઓ સહિત બીજા ઝાડ છે. આ તમામ ઝાડ સરકારી, ખાનગી અને વનજમીન પર છે. મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પના કામમાં આડે આવતા ઝાડ કાપવામાં આવી રહ્યા છે. પ્રકલ્પનું કામ કરવા પહેલાં પર્યાવરણ પર થનારી અસરનું સર્વેક્ષણ અને એનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને એ પછી જ સરકારના સંબંધિત વિભાગ પાસેથી મંજૂરી લઈને ઝાડ કાપવામાં આવે છે.

નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડે આપેલ માહિતીમાં સર્વેક્ષણ અનુસાર બુલેટ ટ્રેન પ્રકલ્પનું કામ કરતા 2 લાખ 20 હજાર ઝાડ કાપવા પડશે. એમાં 90 હજાર ઝાડ મહારાષ્ટ્રમાં, 1 લાખ 28 હજાર 600 ઝાડ ગુજરાતમાં અને 1 હજાર 400 ઝાડ દાદરા-નગરહવેલીમાં છે. અત્યાર સુધી 1 લાખ 10 હજાર ઝાડ કાપવામાં આવ્યા છે.

દાદરા-નગરહવેલીમાં તમામ ઝાડ કાપ્યા છે અને થાણે જિલ્લાના 150 ઝાડ કાપવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન પ્રકલ્પમાં કેટલાક પ્રમાણમાં વિવિધ પ્રકારના ઝાડ કાપવાના છે. જોકે એટલા જ પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. અત્યાર સુધી 76 હજાર ઝાડ કાપવામાં આવ્યા છે. કાપવામાં આવનારા ઝાડની સંખ્યા ઓછી થઈ શકે છે. એમ કોર્પોરેશનના પ્રવક્તા સુષમા ગૌરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...