તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રગ પાર્ટી પર દરોડા:અભિનેત્રી હીના પંચાલ સહિત 22 જણની અટક કરાઈ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મરાઠી અને સાઉથની ફિલ્મોમાં કામ કરનારી પાંચ અભિનેત્રીની પણ ધરપકડ

મુંબઈમાં સુશાંતસિંહ રાજપૂત પ્રકરણમાં ડ્રગની કડી મળ્યા પછી બોલીવૂડની અનેક અભિનેત્રીઓ સહિતની હસ્તીઓની ડ્રગ્સ સેવનમાં સંડોવણીનો કેસ હજુ ગાજી રહ્યો છે ત્યાં ફિલ્મી હસ્તીઓમાં ડ્રગ સેવનનું કેટલું વ્યાપક ચલણ છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે.

નાશિકમાં ઈગતપુરી ખાતે રિસોર્ટમાં ડ્રગ અને હુક્કા પાર્ટી પર પોલીસે અચાનક દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મરાઠી બિગ બોસ સીઝન-2માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનારી અભિનેત્રી હીના પંચાલ તેમ જ પાંચ મરાઠી અને સાઉથની ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રીઓ સહિત 22 જણની અટકાયત કરવામાં આવી હતી. નાશિક પોલીસે શનિવારે મધરાત્રે આ કાર્યવાહી કરી હતી. ઘટનાસ્થળથી પોલીસે ડ્રગ અને હુક્કા જપ્ત કર્યા હતા.

આરોપીઓમાં દસ પુરુષ અને 12 મહિલાનો સમાવેશ થાય છે. ગોપનીય માહિતીને આધારે ઈગતપુરીમાં માનસ રિસોર્ટની હદમાં સ્કાય તાજ વિલા અને સ્કાય લગૂન બંગલો પર મધરાત્રે 2 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા. ગ્રામીણ પોલીસના એસપી સચિન પાટીલની આગેવાનીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયે આરોપીઓ ડ્રગનું સેવન કરતાં અને હુક્કા પીતાં મળી આવ્યાં હતાં. બધા આરોપીઓ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટેન્સીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આરોપીઓ આલીશાન કારમાં અહીં આવ્યા હતા. પાર્ટીનું આયોજન કોણે કર્યું તેની અમે શોધ ચલાવી રહ્યા છીએ, એમ પાટીલે જણાવ્યું હતું.ઘટનાસ્થળથી કોકેઈન અને અન્ય ડ્રગ, કેમેરા, ટ્રાયપોડ અને અમુક અન્ય સામગ્રીઓ જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓમાં એક ઈરાની મહિલા પણ છે. બંગલોના સ્ટાફને પણ કબજામાં લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...