હવામાન:ચોમાસામાં મુંબઈ માટે જૂન થી સપ્ટે.માં 22 દિવસ જોખમકારક

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમુદ્રમાં મોટી ભરતી સાથે મૂશળધાર વરસાદના કારણે પાણી ભરાશે

ચોમાસુ નજીક આવે એટલે મુંબઈમાં નાળાસફાઈ અને નિયોજન શરૂ થાય છે. ઠેકઠેકાણે પાણી ન ભરાય એ માટે વિવિધ ઉપાયયોજનાઓ કરવામાં આવે છે. છતાં અનેક ઠેકાણે કામ સમયસર પૂરા ન થવાથી પાણી ભરાઈ જાય છે. એના લીધે નાળાસફાઈ પરથી રાજકારણ થાય છે. મુંબઈ મહાપાલિકા મુખ્યાલયમાં જિલ્લા આપત્તિ વ્યવસથાપન પ્રાધિકરણની બેઠક દરમિયાન નાગરી સંસ્થાઓ અને બીજી એજન્સીના અધિકારીઓને મોનસૂન પૂર્વ ચાલુ કામની તપાસ કરવાની સૂચના આપવામાં આવી. છતાં મુંબઈમાં પાણી ભરાવા માટે બીજું મહત્વનું કારણ ભરતી છે.

ભરતીના સમયે મૂશળધાર વરસાદ પડે તો મુંબઈમાં પાણી ભરાઈ જવાનો ડર રહે છે. નાળાસફાઈ સાથે જ સમુદ્રની ભરતી પર પણ પ્રશાસને ધ્યાન આપવું પડે છે. આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 22 દિવસ એવા છે જ્યારે સમુદ્રમાં મોટી ભરતી આવશે. તેથી આ સમયગાળામાં મૂશળધાર વરસાદ પડશે તો મુંબઈમાં પાણી ભરાઈ જશે એમ નિષ્ણાતોનું જણાવવું છે. જૂનમાં 6, જુલાઈમાં 6, ઓગસ્ટમાં 5 અને સપ્ટેમ્બરમાં 5 દિવસ મોટી ભરતી આવશે એમ આપત્તિ વ્યવસ્થાપન કક્ષના ડેટા પરથી જણાયું છે. જૂનથી સપ્ટેમ્બરના સમયમાં સૌથી મોટી ભરતી 4 જૂન અને 3 જુલાઈના છે.

ઉંચી ભરતીના સમયે પ્રશાસન સતર્ક હશે કારણ કે એ જ દિવસે મૂશળધાર વરસાદ પડે તો કેટલાક ભાગમાં પાણી ભરાઈ જાય છે. શહેરના સંબંધિત વોર્ડ અધિકારીઓને ડ્રેનેજ સાફ કરવું, રસ્તાઓનું રિપેરીંગ, ઝાડની કાપકૂપ જેવા મોનસૂન પૂર્વ કામ પૂરા કરવાની અમે સૂચના આપી છે એમ મહાપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું. 2021માં મુંબઈમાં 18 દિવસ મોટી ભરતીના હતા.

અન્ય સમાચારો પણ છે...