નિર્ણય:21મીએ રાજનાથની હાજરીમાં INS - વિશાખાપટ્ટનમ સેવામાં

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25મીએ નેવલ સ્ટાફના પ્રમુખની હાજરીમાં INS- વેલા સેવામાં મુકાશે

નૌકાદળના કાફલામાં બે યુદ્ધજહાજ અને સર્વે વેસલ લાર્જ પ્રોજેક્ટનું પ્રથમ જહાજ જોડાવા સાથે તેની તાકાત ઓર બુલંદ બનશે. ખાસ કરીને ઘરઆંગણાની સામગ્રીઓ સાથે નિર્મિત આ જહાજો આત્મનિર્ભર ભારત પ્રત્યે આશરે 75 ટકા યોગદાન આપે છે.

21મીએ રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં પ્રોજેક્ટ 15બીનું સૌપ્રથમ સ્ટીલ્ધ ગાઈડેડ મિસાઈલ વિનાશિકા જહાજ વિશાખાપટ્ટનમ સેવામાં મુકાશે, જે પછી 25મીએ નેવલ સ્ટાફના પ્રમુખની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતીમાં આઈએનએસ વેલા સેવામાં મુકાશે. આ પછી ડિસેમ્બરના આરંભમાં સર્વે વેસલ લાર્જ પ્રોજેક્ટનું પ્રથમ જહાજ સંધાયક રજૂ કરવામાં આવશે.

વિશાખાપટ્ટનમની એકંદર લંબાઈ 163 મી છે અને લગભગ 7400 ટનનું વજન ધરાવે છે. સમુદ્રિ યુદ્ધનાં બહુઆયામી કાર્યો અને ધ્યેય પાર પાડવા માટે તે સક્ષમ છે. તેનાં શસ્ત્રો અને સેન્સરોમાં સુપરસોનિક સરફેસ- ટુ- સરફેસ અને સરફેસ- ટુ- એર મિસાઈલ, મધ્યમથી ટૂંકી શ્રેણીની ગન્સ, એન્ટી- સબમરીન રોકેટ્સ, આધુનિક ઈલેક્ટ્રોનિક વોરફેર અને સંદેશવ્યવહાર સાધનોનો સમાવેશ થાય છે, એવી માહિતી સંરક્ષણ વિભાગના મુખ્ય જનસંપર્ક અધિકારી કમાન્ડર મેહુલ કર્ણિકે એક યાદીમાં આપી છે. આ જહાજ 30 સમુદ્રિ માઈલની ઝડપે દોડી શકે છે. બે હેલિકોપ્ટરો તેની પર સમાઈ શકે છે. પ્રોજેક્ટ 75 હેઠળ છ સબમરીન બનાવવામાં આવી રહી છે, જેમાંથી વેલા સેવામાં આવી રહી છે.

39 નેવલ જહાજો બાંધકામ હેઠળ
હાલમાં વિવિધ શિપયાર્ડસમાં 39 નેવલ જહાજો અને સબમરીન બાંધકામ હેઠળ છે. તેનેકારણે ઘરઆંગણા જહાજ નિર્માણ ઉદ્યોગ અને તેના સાથે સંલગ્નિત ઉદ્યોગો માટે ભરપૂર તકો નિર્માણ થઈ છે. વિશાખાપટ્ટનમ અને વેલા સેવામાં આવતાં સંરક્ષણ દળ વધુ મજબૂત બનવા સાથે રાષ્ટ્રની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સૈનિકો અને 1970ના યુદ્ધમાં લડનારા બહાદુર સૈનિકોના ત્યાગ માટે ઉત્તમ સલામી પણ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...