તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મલાડમાં 2170 બેડની કોવિડ હોસ્પિટલ મહાપાલિકાને સુપરત

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 ટકા ઓક્સિજન સાથેના બેડ અને 200 આઈસીયુ બેડ

મહારાષ્ટ્ર સરકારના નગરવિકાસ વિભાગે 17 એપ્રિલના મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણને (એમએમઆરડીએ) મલાડના વલનાઈ ગામ ખાતે 2170 બેડની ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ બાંધવાનો નિર્દેશ આપ્યા પછી ફક્ત બે મહિનામાં જ એમએમઆરડીએએ 28 જૂનના આ ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ મુંબઈ મહાપાલિકાને સુપ્રત કરી હતી. રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર આ પગલું ભરવામાં આવ્યું છે. અત્યારે મહાપાલિકાએ કરેલી સૂચનાઓના આધારે એમએમઆરડીએએ ત્યાં આંતરિક ફેરફાર કર્યા છે.

આ કોવિડ-19 હોસ્પિટલ જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. એ અગ્નિરોધક અને પર્યાવરણને અનુકૂળ છે. આ ઠેકાણે 2170 બેડમાંથી 70 ટકા સારા ઓક્સિજન બેડ અને 200 આઈસીયુ બેડ છે. હોસ્પિટલમાં 190 બેડનું ઈન્ટેન્સિવ કેર યુનિટ, ઓક્સિજન સુવિધાયુક્ત 1536 બેડ, બાળકો માટે ઈન્ટેન્સિવ કેર યુનિટ, 20 બેડનું ડાયાલિસિસ યુનિટ, 40 બેડનું ટ્રાયજેજ અને 384 બેડનો આઈસોલેશન રૂમ એમ કુલ 2170 બેડ છે. ઉપરાંત હેમેટોલોજી અને બાયોકેમિસ્ટ્રી માટે પેથોલોજી લેબોરેટરી ઊભી કરવામાં આવી છે. પોર્ટેબલ એક્સ-રે, સીટી સ્કેનર, ઈસીજી મશીન જેવી અત્યાધુનિક મેડિકલ સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...