આયોજન:CSMTથી થાણે અંડરગ્રાઉન્ડ રેલવે દ્વારા 21 મિનિટની સફર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફક્ત 25 હેકટર ખાનગી જમીનની જરૂર પડશે

થાણેથી સીએસએમટી અંડરગ્રાઉન્ડ ઉપનગરીય કોરિડોરની ચર્ચા ફરીથી શરૂ થઈ છે. મુંબઈ રેલવે વિકાસ મહામંડળે મુંબઈ શહેર પરિવહન પ્રકલ્પ (એમયુટીપી)ના તબક્કા 4માં એનો સમાવેશ કર્યો છે. તેથી મુંબઈગરાઓનું થાણેથી સીએસએમટી ફક્ત 21 મિનિટમાં પહોંચવાનું સ્વપ્ન ફરીથી જીવંત થયું છે. પનવેલથી વસઈ વાયા દિવા ઉપનગરીય રેલવે પ્રવાસ માર્ગનો પ્રસ્તાવ બે વર્ષથી રાજ્ય સરકાર પાસે છે.

આ રૂટ પર નવા 11 સ્ટેશનનો સમાવેશ છે. વસઈથી પનવેલ પ્રવાસમાં 15 થી 20 મિનિટન બચત થશે. પ્રસ્તાવિત મેટ્રો માર્ગના લીધે પનવેલથી સીએસએમટી એલિવેટેડ ફાસ્ટ કોરિડોર અને થાણેથી સીએસએમટી અંડરગ્રાઉન્ડ માર્ગ કોરાણે મૂકાઈ ગયા છે. રાજ્ય સરકાર પ્રયત્ન કરે તો એ ફરીથી પાટે ચઢી શકે છે એમ એમઆરવીસીના અધ્યક્ષ રવિ અગરવાલે જણાવ્યું હતું.

33.8 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ માર્ગ પર 9 ડબ્બાની મેટ્રો જેવી ટ્રેન (એક ટ્રેનની ક્ષમતા 2700 પ્રવાસી) દર કલાકે 90 કિલોમીટરની સ્પીડથી ચલાવવાની યોજના છે. અત્યારે આ માર્ગ પર ફાસ્ટ લોકલ ભાયખલા, દાદર, કુર્લા, ઘાટકોપર અને મુલુંડ સ્ટેશન પર થોભે છે. આ નવા રૂટ પર સીએસએમટી, દાદર, કુર્લા, ઘાટકોપર, ભાંડુપ અને થાણે ખાતે ટ્રેન થોભશે.

અન્ય સમાચારો પણ છે...