તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:રાજ્યમાં મ્યુકરમાયકોસિસના 2000 દર્દી, આઠ લોકોનાં મૃત્યુ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આ ફૂગજન્ય બીમારમાં 14 ઈન્જેકશન લેવાં પડે છે

કોવિડ-19 પછી મ્યુકરમાયકોસિસ નામે બીમારી અનેક દર્દીઓને લાગુ થઈ રહી છે. રાજ્યમાં તેના 2000 દર્દીઓ છે, જ્યારે આઠ દર્દીનાં મોત થયાં છે, એવી માહિતી આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી હતી. આ ફૂગજન્ય બીમારી હોઈ તેને માટે 14 ઈન્જેકશન લેવાં પડે છે. આ ઈન્જેકશન મોંઘાં હોવાથી ગરીબ નાગરિકોના ગજાની બહાર ખર્ચ જાય છે. આથી આ બીમારી પર ઉપચાર જનઆરોગ્ય યોજનાના માધ્યમથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનમાં પાણી શુદ્ધ હોવું જોઈએ. પાણી શુદ્ધ નહીં હોય તો આ ફૂગજન્ય બીમારી, એટલે કે, મ્યુકરમાયકોસિસ અથવા બ્લેક ફંગસ લાગુ થાયછે. આ બીમારી મગજ અને આંખોને ઈજા પહોંચાડી શકે છે. આ બીમારી પર દવારૂપે એમપી- એમ્પેરિસીન સર્વત્ર ઉપલબ્ધ છે.

જોકે માગણી વધવાથી આ દવાની કિંમતો રૂ. 2500થી રૂ. 6000 બોલાય છે. આથી આમ નાગરિકોને તે પરવડે એમ નથી. આ બાબત ધ્યાનમાં લઈને ટૂંક સમયમાં જ 14 ડોઝનાં ઈન્જેકશનને ઉક્ત યોજનામાં સમાવી લેવાશે, એમ ટોપેએ જણાવ્યું હતું.રાજ્યમાં આ રોગથી હમણાં સુધી 2000 દર્દી પીડાઈ રહ્યા હોવાની નોંધ થઈ છે, જ્યારે આઠ જણનાં મૃત્યુ થયાંછે. આ રોગ માટે વિશેષ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.હોસ્પિટલના બિલની તપાસ: દરમિયાન ટોપેએ જિલ્લાધિકારી કાર્યાલયમાં એક વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું. તેમાં અનેક ખાનગી હોસ્પિટલો દર્દી અને તેમના સંબંધીઓ પાસેથી વધુ શુલ્ક અને બિલ વસૂલ કરતા હોવાની ફરિયાદો થઈ હતી. આથી હવે દરરોજ સવારે 10થી સાંજે 6 દરમિયાન સરકારી કર્મચારીઓ કોવિડ સેન્ટર પર તહેનાત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...