તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્પાદન:મુંબઈના ખાડા પૂરવા 2000 મેટ્રિક ટન કોલ્ડમિક્સનું ઉત્પાદન કરાયું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 216 ખાડાઓની ફરિયાદમાંથી 119નું નિવારણ લવાયું

દર વર્ષે ચોમાસામાં રસ્તા પર પડતા ખાડાઓ ચારપાંચ મહિના સુધી ચર્ચામાં રહે છે. જોકે આ વર્ષે જૂનના પંદર દિવસ વીતી ગયા છતાં મુંબઈના રસ્તાઓ હજી સારી સ્થિતમાં દેખાય છે એવું નિરીક્ષણ સામાજિક કાર્યકર્તાઓએ નોંધ્યું છે. અત્યાર સુધી ખાડાઓ બાબતે મહાપાલિકાને 216 ફરિયાદો મળી છે જેમાંથી 119નું નિવારણ કરવામાં આવ્યું છે. ચોમાસામાં પડતા ખાડાઓ ઝટ બુઝાવી દેવાય એ માટે મહાપાલિકાએ 2000 મેટ્રિક ટન કોલ્ડમિક્સનું ઉત્પાદન કર્યું છે.

આંતરરાષ્ટ્રીય શહેરની ખ્યાતિવાળા મુંબઈ શહેરમાં ખાડાઓથી ભરેલા રસ્તાઓ બધે મજાક અને ટીકાનો વિષય બને છે. એના પરથી હંમેશા મુંબઈ મહાપાલિકાની ટીકા કરવામાં આવે છે. તેથી છેલ્લા થોડા વર્ષોમાં મહાપાલિકાએ રસ્તાઓમાં સુધારા પર ભાર મૂક્યો છે અને કોંક્રિટીકરણ પર પણ ભાર મૂક્યો છે. તેથી આ વર્ષે રસ્તાઓ પર ખાડા દેખાઈ રહ્યા છે છતાં ગયા વર્ષની સરખામણીએ એનું પ્રમાણ ઓછું હોવાનું સામાજિક કાર્યકર્તાઓનું જણાવવું છે.

ખાડાઓ બુઝાવવા માટે મહાપાલિકાએ ત્રિસ્તરીય યંત્રણા તૈયાર રાખી છે. એમાં 24 વોર્ડ કાર્યાલયમાં રસ્તા વિભાગ અંતર્ગત કામદારો પાસેથી તેમના વોર્ડના ખાડા બુઝાવવાનું કામ કરાવવામાં આવે છે. સાત પરિમંડળના સ્તરે દરેકમાં એક કોન્ટ્રેકટર ગયા વર્ષથી નિયુક્ત કરવામાં આવ્યો છે. ખાડા બુઝાવવા સાથે જ રસ્તા પરના મોટા આકારના બેડ પેચ બુઝાવવાની જવાબદારી પણ તેમના પર છે. જે રસ્તાઓના કામ ચાલુ છે એના પર ખાડાઓ જોવા મળશે તો એ બુઝાવવાની જવાબદારી એ કોન્ટ્ર્રેક્ટરની રહેશે. દર વર્ષે ખાડાઓ બુઝાવવા માટે જરૂરી કોલ્ડમિક્સનું મિશ્રણ ઓછું પડવાથી અનેક ઠેકાણે પથ્થર, ઈંટ, પેવર બ્લોકથી ખાડા બુઝાયેલા દેખાય છે. જોકે આ વર્ષ રસ્તા વિભાગે વધુ પ્રમાણમાં કોલ્ડમિક્સ તૈયાર કર્યું છે.

ઉચ્ચ દરજ્જાનું કોલ્ડમિક્સ
ખાડાઓ બુઝાવવા માટે મહાપાલિકાએ પૂરી તૈયારી કરી છે. કોલ્ડમિક્સ ઓછું ન પડે એ માટે 2000 મેટ્રિક ટન કરતા વધુ કોલ્ડમિક્સનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ ઉચ્ચ દરજ્જાનું મિક્ષણ છે. એમાંથી 1700 મેટ્રિક ટન કોલ્ડમિક્સ વોર્ડ કાર્યાલયોને વિતરણ કરવામાં આવ્યું છે એમ (પાયાભૂત સુવિધા) મહાપાલિકા ઉપાયુક્ત રાજેન્દ્રકુમાર તળકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...