કોરોના રસીકરણ:15 થી18 વર્ષના બાળકોના રસીકરણ માટે 200 કેન્દ્ર

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 9 લાખ બાળકોનું રસીકરણ કરવાનો ઉદ્દેશ

મુંબઈમાં 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોના રસીકરણની શરૂઆત થઈ છે અને આ ઝુંબેશને ઝડપી બનાવવા માટે રસીકરણ કેન્દ્રની સંખ્યા 200 કરવામાં આવશે. હાલની સ્થિતિમાં ફક્ત 10 રસીકરણ કેન્દ્ર છે. નવા રસીકરણ કેન્દ્ર સોમવારથી શરૂ કરવામાં આવશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ આપી હતી. મુંબઈમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના વયજૂથના બાળકોનું રસીકરણ શરૂ થયું છે. શુક્રવાર સુધી 58 હજાર 678 બાળકોને કોવેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યારે 9 રસીકરણ કેન્દ્રમાં રસી મૂકવામાં આવે છે. આગામી 28 દિવસમાં 9 લાખ બાળકોનું રસીકરણ કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. તેથી બીજો ડોઝ ઝડપથી પૂરો કરવા માટે રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવશે. મુંબઈમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ શરૂ થયા પછી અત્યાર સુધી લગભગ 92 લાખ પાત્ર લાભાર્થીઓને પહેલો ડોઝ પૂરો થયો છે અને 90 ટકા લોકોને બીજો ડોઝ પણ પૂરો થયો છે. ફક્ત 10 ટકા નાગરિકોનું રસીકરણ 84 દિવસના ધોરણના કારણે બાકી છે જે તબક્કાવાર થઈ રહ્યું હોવાનું મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે સ્પષ્ટ કર્યું છે. કોવિશિલ્ડના બીજા ડોઝનો સમય ઓછો કરવા કેન્દ્રને પત્ર આપવામાં આવ્યો છે જેના પર હજી કોઈ નિર્દેશ મળ્યો નથી. હાલની સ્થિતિમાં મહાપાલિકા, સરકાર અને ખાનગી મળીને 450 કેન્દ્રમાં રસીકરણ શરૂ હોવાથી તમામ પાત્ર લાભાર્થીઓનું રસીકરણ 15 ફેબ્રુઆરી સુધી પૂરું થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...