સારવાર:નાના બાળકો માટે સરકારી ડેન્ટલ કોલેજમાં 20 નવી ખુરશી મુકાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ સમયે વધારે દર્દીઓની સારવાર કરવી સગવડભર્યું બની રહેશે

દાંત પર ડોકટરે કોઈ સારવાર કરવાની છે એ વિચારીને જ નાના બાળકો ડરે છે. બાળકોના મનનો ડર દૂર કરતા વિવિધ સોફ્ટ ટોયઝથી સજાવેલી આકર્ષક રંગબેરંગી 20 નવી ખુરશીઓ સેંટ જ્યોર્જ હોસ્પિટલના પરિસરમાં આવેલ સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં મૂકવામાં આવી છે. તેથી હવે વધુ બાળકોની સારવાર કરવી ડોકટરો માટે સગવડભર્યું થશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીક સેંટ જ્યોર્જ હોસ્પિટલના પ્રાંગણમાં સ્થિત સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સ્વતંત્ર બાળ દંત રોગ વિભાગ છેલ્લા અનેક વર્ષોથી કાર્યરત છે.

તેથી ત્યાં વાડિયા હોસ્પિટલથી લઈને જે.જે. હોસ્પિટલ, જીટી હોસ્પિટલ જેવી અનેક હોસ્પિટલમાંથી દાંતની સારવાર માટે બાળકોને મોકલવામાં આવે છે. દરરોજ લગભગ 150 બાળકો દાંતની સારવાર માટે અહીં આવે છે. નાના બાળકોમાં પણ મોટા પ્રમાણમાં દાંતની અનેક સમસ્યાઓ હોય છે.

અનેક ફરિયાદ લઈને બાળકો સારવાર માટે આવે છે. હોસ્પિટલની ખુરશીઓ અનેક વર્ષ જૂની હોવાથી એમાંથી કેટલીક તો નકામી થઈ છે. નવી ખુરશીઓ આપવાની માગણી અમે છેલ્લા થોડા વર્ષોથી કરી રહ્યા હતા. આખરે સરકારે 20 ખુરશીઓ માટે પરવાનગી આપી અને આ ખુરશીઓ હોસ્પિટલમાં આવી ગઈ છે એમ સરકારી ડેન્ટલ કોલેજના ડીન ડો. ડિમ્પલ પાડાવેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...