તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સુશાંતસિંહને ડ્રગનો પુરવઠો પૂરો પાડતા 2 તસ્કર ભાઈની ધરપકડ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંધેરીમાં એક તસ્કર ડ્રગ સાથે પકડાયો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ગેન્ગસ્ટર અને ડ્રગ તસ્કર દાઉદ ઈબ્રાહિમના સાગરીત પરવેઝ ખાન ઉર્ફે ચિંકુ પઠાણ સાથે કડી ધરાવનારા ડ્રગ તસ્કર હેરિસ ખાન અને તેના ભાઈ સાકિબની ધરપકડ કરવામાં આવી છે. અંધેરી, લોખંડવાલા અને બાંદરામાં વિવિધ સ્થળે દરોડા પાડ્યા પછી ખાન ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી.ગયા વર્ષે મૃત્યુ પામેલા અભિનેતા સુશાંતસિંહ રાજપૂત સાથે સંકળાયેલા ડ્રગ કેસમાં ખાનની ભૂમિકામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. હેરિસ ખાન સુશાંતને ડ્રગ પૂરું પાડતો હતો. હેરિસ અને તેનો ભાઈ સાકિબ બાંદરા વિસ્તારમાં ડ્રગ વેચતા હતા.

હેરિસ બાંદરાના નાના ડ્રગ પેડલરોનું અપહરણ કરતો, તેમની પાસેનું ડ્રગ જપ્ત કરતો અને પોતાની ટોળકીમાં કામ કરવા તેમને ફરજ પાડતો હતો. લોકોમાં ભય ફેલાવવા હેરિસ ક્યારેય પિસ્તોલ લઈને ફરતો તો ક્યારેક જીવંત સાપ લઈને ફરતો હતો, એમ એનસીબીએ જણાવ્યું હતું. આરોપીઓ પાસેથી ડ્રગ સાથે પિસ્તોલ અને કારતૂસ પણ જપ્ત કરાયાં છે.

જૂનમાં સુશાંતસિંહની આત્મહત્યાના કેસમાં તપાસ દરમિયાન બોલીવૂડ અને ડ્રગ તસ્કરો વચ્ચે કનેકશન બહાર આવ્યું હતું, જે પછી એનસીબીએ તપાસ શરૂ કરી હતી. 14 જૂન, 2020ના રોજ સુશાંતસિંહ બાંદરાના માઉન્ટ બ્લાન્ક એપાર્ટમેન્ટના ભાડાના લીધેલા ડુપ્લેક્સમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ગયા સપ્તાહમાં એનસીબી દ્વારા સુશાંતના ભૂતપૂર્વ મેનેજર અને રૂમના સાથી સિદ્ધાર્થ પિઠાણીની હૈદરાબાદથી ધરપકડ કરી હતી. ઉપરાંત સુશાંતના ઘરેલુ નોકરો નીરજ અને કેશવની રવિવારે કલાકો સુધી પૂછપરછ કરી હતી.

દરમિયાન અન્ય એક કાર્યવાહીમાં સમીર વાનખેડેની આગેવાનીમાં એનસીબીએ અંધેરી વેસ્ટના વીરા દેસાઈ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ રોડ ખાતેથી 157 ગ્રામ ડ્રગ સાથે સોહેલ શેખની ધરપકડ કરી છે. મંગળવારે મોડી રાત્રે તેના ઘરે દરોડા પાડીને રૂ. 1.43 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી હતો.

ડ્રગ તસ્કરે ટોઈલેટ ક્લીનર પી લીધું
દરમિયાન એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલા ડ્રગ તસ્કર ઈજાઝ સાઈકોએ મંગળવારે વોશરૂમમાં જવાને બહાને ટોઈલેટ ક્લીનર ગટગટાવી લીધું હતું. તેને તુરંત જેજે હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ઉપચાર પછી જોખમની બહાર છે.

અન્ય સમાચારો પણ છે...