તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુદત:મહારાષ્ટ્ર માનવાધિકાર પંચનાં ખાલી પદ ભરવા 2 માસની મુદત

મુંબઇ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટે રાજ્ય સરકારને ભરતી કરવા માટેની છેલ્લી મુદત આપી

રાજ્ય માનવાધિકાર આયોગના ખાલી પદોની ભરતી કરવા માટે રાજ્ય સરકારે બે મહિનાની મુદત આપવામાં આવી હતી. આ છેલ્લી વખત મુદતવધારો છે, હવે સમય વેડફશો નહીં એવા શબ્દોમાં હાઈ કોર્ટે રાજ્ય સરકારને સંભળાવ્યું હતું. સરકારી વકીલ નીશા મહેરાએ હાઈ કોર્ટમાં રજૂ કરેલા એફિડેવિટમાં આયોગ પર નિયુક્તી કરવા માટે ચૂંટેલા નામની યાદી કોર્ટમાં રજૂ કરી હતી. તેમ જ બે મહિનામાં નિયુક્તીઓ કરવામાં આવશે એવી ખાતરી આપી હતી. એ માન્ય કરતા હાઈ કોર્ટે આ સંદર્ભની અરજી પર આગામી સુનાવણી 13 સપ્ટેમ્બરના રાખી હતી.

નાગરિકોના મૂળભૂત હક અને પ્રતિષ્ઠાનું રક્ષણ થાય એ ઉદ્દેશથી સ્થાપવામાં આવેલા માનવાધિકાર આયોગનું કામકાજ અત્યારે ઠપ્પ થયું છે. એની ગંભીર નોંધ લેતા આદેશ આપ્યા પછી છેલ્લા દોઢ વર્ષમાં આયોગના અધ્યક્ષ સહિત અન્ય 25 ખાલી પદ ભરવાનું ટાળતી રાજ્ય સરકારના કાન કોર્ટે આમળ્યા હતા. મુખ્ય જજ દીપાકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે આટલા વર્ષથી માનવાધિકાર આયોગના અધ્યક્ષનું પદ ખાલી શા માટે છે? તત્કાલીન જજે ત્રણ જણના નામની ભલામણ કરી હતી. તો નિર્ણય લેવામાં આટલો સમય લાગે છે? એવો સવાલ કરતા રાજ્ય સરકારને સોમવાર સુધી જવાબ નોંધાવવાનો આદેશ આપ્યો હતો.

કોઈ પણ સરકાર હોય, કામ હંમેશા વિલંબમાં
માનવાધિકાર આયોગના અધ્યક્ષના ખાલી પદ પર નવી નિયુક્તી કરવા માટે મુંબઈ હાઈ કોર્ટના તત્કાલીન મુખ્ય જજ પ્રદીપ નંદરાજોગે ત્રણ જણના નામની ભલામણ કરી હતી. આયોગના ખાલી પદ સંદર્ભે 2012માં સુરેન્દ્ર કાવરેએ મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એ સમયે વારંવાર નિર્દેશ આપવા છતાં રાજ્ય સરકાર તરફથી કાર્યવાહી થતી ન હોવાથી કોર્ટે નારાજગી વ્યક્ત કરીને ખાલી પદ ભરવા ન હોય તો આયોગ બંધ કરો એવા શબ્દોમાં તત્કાલીન રાજ્ય સરકારના કાન આમળ્યા હતા. એ પછી દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર નવેમ્બર 2018માં જજ ભૂષણ ગવઈ અને જજ એમ.એસ.કર્ણિકની ખંડપીઠે પણ ગંભીર નોંધ લીધી હતી. અધ્યક્ષ અને બે સભ્યના પદ ખાલી હોય તો આયોગનું કામકાજ કેવી રીતે થાય? એવો સવાલ ઉપસ્થિત કરતા રાજ્ય સરકારને સંભળાવ્યું હતું. એ સમયે રાજ્ય સરકારે છ મહિનામાં તમામ ખાલી પદ ભરવાની ખાતરી હાઈ કોર્ટને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...