તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શેરોમાં ટ્રેડિંગને નામે અનેકને ઠગનારા 2 ગુજરાતીની ધરપકડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મલાડમાં બે બોગસ કોલ સેન્ટર દ્વારા અનેક નાગરિકો સાથે ઠગાઈ આચરી

મલાડમાં બોગસ કોલ સેન્ટર ઊભું કરીને સિંગાપોરથી ફોન કોલ કરી રહ્યા છીએ એવું કહીને ભારતીય અને અખાતમાં રહેતા ભારતીય નાગરિકો સહિત અનેકની ઠગાઈ કરનારને આખરે ઝડપી લેવાયા છે. આરોપીઓમાં મોતીમહલ સોસાયટી, જે ટાટા રોડ, ચર્ચગેટનો રહેવાસી ગિરિરાઝ નવરતન દામાણી (39) અને નેપિયન સી રોડ ખાતે મહેશ્વરીમાં રહેતા આદિત્ય વિક્રમ મહેશ્વરી (40)નો સમાવેશ થાય છે. વિશ્વસનીય માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની કાંદિવલી શાખાએ મલાડ પશ્ચિમમાં લિંક વે એસ્ટેટ, ગોલ્ડ લાઈન બિઝનેસ સેન્ટર અને માઈન્ડ સ્પેસ, ચિંચોલી બંદર રોડ પર યુરેકા ટાવરમાં સાગમટે દરોડા પાડ્યા હતા.

તે સમયે આરોપીઓ વીઓઆઈપી ઈન્ટરનેટ કોલ દ્વારા સિંગોપારથી બોલી રહ્યા છે અને કહીને ભારતીય નાગરિકોનો વિશ્વાસ સંપાદન કર્યા પછી 70ટ્રેડ્સ.કોમ વેબસાઈટ પર ભારતીય અને આંતરરાષ્ટ્રીય શેરોમાં રોકાણ કરવા મનાવી લેતા હતા.આરોપીઓને 28 જૂન સુધી કસ્ટડી : એક કોલ સેન્ટરમાં 35 સ્ત્રી- પુરુષો હતો, જેમાંથી 25 માઈક્રો હેડફોન લગાવીને કોલ કરતાં હતાં, જ્યારે બીજો કોલ સેન્ટરમાં 40 સ્ત્રી- પુરુષ હાજર હતાં, જેમાંથી 34 માઈક્રો હેડફોન લગાવીને કોલ કરતાં મળી આવ્યાં હતાં. ઘટનાસ્થળેથી સર્વર, સરફેસ લેપટોપ, હાર્ડડિસ્ક, સ્ક્રીન શોટ્સ વગેરે કબજામાં લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણના સૂત્રધાર દામાણી અને મહેશ્વરીની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરતાં 28 જૂન સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આ માટે વેબસાઈટના પીસી અથવા મોબાઈલ એપ્લિકેશન પર ક્રેડિટ કે ડેબિટ અથવા ઈ-વોલેટ દ્વારા 200 ડોલરની સમકક્ષ રકમ જમા કરવા કહેતા હતા. આ સામે રોજ રૂ. 1500થી રૂ. 2000નો ફાયદો થશે એમકહેતા હતા. જોકે 200 ડોલર જમા થતાં જ આરોપીઓ નોટ- રીચેબલ થઈ જતા હતા. વીઓઆઈપી કોલ હોવાથી પીડિત કોલ કરી શકતાનહોતા. કસ્ટમર કેર નંબર યુકેનો હોવાથી પ્રતિસાદ મળતો નહોતો. આ રીતે આરોપીઓએ અનેક ભારતીય નાગરિકો સાથે લાખ્ખોની છેતરપિંડી કરી છે.

અન્ય સમાચારો પણ છે...