તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વસઈના દેરાસરમાં મૂર્તિઓ ચોરનાર 2 જણની ધરપકડ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગથી સગડ મળ્યા હતા

વસઈના સાતીવલી ખાતેના જૈન દેરાસરમાં 31 ઓગસ્ટ 2020ના સવારના 11 મૂર્તિઓની ચોરી થયાની ઘટના બની હતી. આ ચોરીની ઘટના દેરાસરના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી. આ પ્રકરણે વાલીવ સીઆઈડીના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ તીર્થંકરોની મૂર્તિ ચોરનારા નવી મુંબઈના નેરુળ ખાતે રહેતા 2 જણની ધરપકડ કરી હતી.

વસઈના સાતીવલી ખાતે ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન દેરાસર છે. 31 ડિસેમ્બર 2020ના મધરાતે સવા ત્રણ વાગ્યાના સુમારે ચોરોએ દેરાસરમાં પ્રવેશ કરીને રૂ. 5 લાખ કિંમતની બે ચાંદીની અને 9 પંચધાતુની મળીને કુલ 11 મૂર્તિઓ ચોરી હતી. આ ઘટનાની માહિતી મળ્યા પછી વાલીવ પોલીસે ઘટનાસ્થળે જઈને પંચનામુ કર્યું હતું.

દેરાસરના સીસીટીવી કેમેરા ચોરીની ઘટના રેકોર્ડ થઈ હોવાથી કેમેરા તાબામાં લેવામાં આવ્યા હતા. સીઆઈડી ટીમે નવી મુંબઈના નેરુલમાં રહેતા સુભાષ કેવટ (35) અને રાજુ વણજારી (30) નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓને વસઈ કોર્ટમાં હાજર કરવામાં આવતા 28 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડી સંભળાવવામાં આવી હતી એમ સહાયર પોલીસ નિરીક્ષક જ્ઞાનેશ ફડતરેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...