તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ પોલીસ દળ:પોલીસ દળના મંજૂર પદોમાંથી 19 થી 20 % પદ હજી પણ ખાલી

મુંબઈ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાલમાં સાડા ત્રણસો મુંબઈગરાઓ પાછળ એક જ પોલીસ

હંમેશા ત્રાસવાદીઓના ટાર્ગેટ પર રહેતા મુંબઈ શહેરની સુરક્ષાની જવાબદારી મુંબઈ પોલીસના સાવ ઓછા મનુષ્યબળના ખભા પર છે. મુંબઈ પોલીસ દળના મંજૂર પદોમાંથી 19 થી 20 ટકા પદ હજી પણ ખાલી છે. અત્યારે સાડા ત્રણસો મુંબઈગરાઓ પાછળ એક પોલીસ એવું ચિત્ર છે. રાજ્યમાં થનારી મેગાભરતી પછી આ તફાવત ઓછો થશે એવી આશા પોલીસોને છે. મુંબઈની લોકસંખ્યા દોઢેક કરોડ હશે. આટલા લોકો માટે મુંબઈમાં પોલીસોની સંખ્યા 40000 થી 45000 છે.

પ્રજા સંસ્થાના અહેવાલ અનુસાર 2018માં મુંબઈ પોલીસ દળમાં 50,606 પદ મંજૂર હતા. એમાંથી 39,561 જણ કાર્યરત હતા. એમાં 22 ટકાનો તફાવત છે. એની સરખામણીએ 2019માં મંજૂર પદ 50,488માંથી 41,115 જણ કાર્યરત છે. કાર્યરત પોલીસોમાંથી બંદોબસ્ત માટે સૌથી વધુ મનુષ્યબળ ફરજ પર રહે છે. તેથી સૌથી વધુ તાણ પોલીસ સ્ટેશનમાં કાર્યરત ઓછા મનુષ્યબળ પર પડે છે. જો કે મુંબઈની લોકસંખ્યાની સરખામણીએ એનું પ્રમાણ ખૂબ ઓછું છે.

કુલ મનુષ્યબળ કરતા ઓછામાં ઓછું બમણું મનુષ્યબળ મુંબઈ પોલીસ પાસે હોવું જરૂરી છે એવો મત વરિષ્ઠ અધિકારીઓનો છે. એમાં મંજૂર પદો કરતા પોલીસ નિરીક્ષક 16 ટકા, સહાયક પોલીસ નિરીક્ષક 41 ટકા, પોલીસ ઉપનિરીક્ષક 28 ટકા અને સહાયક પોલીસ ઉપનિરીક્ષક 29 ટકા ઓછા છે. એમાં પણ ટેકનિકલ પદો પર દુર્લક્ષ થાય છે. 5000 પદ મંજૂર છે ત્યારે ફક્ત 2844 જણ પર કામ ચાલે છે.

પ્રથમ તબક્કામાં 5300ની ભરતી
પ્રથમ તબક્કાના 5300 પદોની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ છે એમ રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે જણાવ્યું હતું. ભવિષ્યમાં તબક્કા અનુસાર ભરતી પ્રક્રિયા પાર પડશે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો