પર્યાવરણ સંવર્ધન માટે પેપર ટિકિટની સંખ્યા ઓછી કરવાના ઉદ્દેશથી મુંબઈ મેટ્રો-1 તરફથી (એમએમઓપીએલ) લાવવામાં આવેલા વોટ્સએપ દ્વારા ઈ-ટિકિટ સિસ્ટમના વપરાશકર્તાઓની સંખ્યા 19 દિવસમાં 19 હજાર પર પહોંચી છે. વોટ્સએપ ઈ-ટિકિટની સંખ્યામાં વધારા સાથે જ મેટ્રો વન રૂટ પર ડિજિટલ ટિકિટથી પ્રવાસ કરનારાઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. હાલની સ્થિતિમાં મેટ્રોથી પ્રવાસ કરતા 2 લાખ 60 હજાર પ્રવાસીઓમાંથી લગભગ 1 લાખ 59 હજાર પ્રવાસીઓ ડિજિટલ ટિકિટ કાઢીને પ્રવાસ કરે છે.
પેપર ટિકિટથી પર્યાવરણનું નુકસાન થાય છે. તેમ જ દરેક ટિકિટ માટે મેટ્રો વન પ્રશાસનને 0.09 પૈસા ખર્ચ થાય છે. એના પર વિકલ્પ તરીકે નાગરિકોને ડિજિટલ સિસ્ટમ તરફ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એના માટે ડિજિટલ ટિકિટને ઉતેજન આપવા તાજેતરમાં વોટ્સએપ ઈ-ટિકિટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. વોટ્સએપ દ્વારા મેટ્રો પ્રશાસનના નંબર પર ફક્ત અંગ્રેજી અક્ષરમાં હાય ટાઈપ કરીને મોકલતા ઓટીપી નંબર મળે છે.
ટિકિટબારી પર આ ઓટીપી નંબર જણાવીને રૂપિયા ચુકવતા વોટ્સએપ પર ઈ-ટિકિટ આપવામાં આવે છે. આ ટિકિટ સ્કેન કરીને સ્ટેશનમાં પ્રવેશ કરી શકાય છે. આ સિસ્ટમ લાગુ કર્યા પછી 19 દિવસમાં વોટ્સએપ ઈ-ટિકિટના વેચાણની સંખ્યા 18 હજાર 963 સુધી પહોંચી છે. તેથી આગામી બેત્રણ મહિનામાં આ આંકડો 50 હજારને પાર કરશે એવો વિશ્વાસ મેટ્રો-1ના પ્રવક્તાઓએ વ્યક્ત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.