ભ્રષ્ટાચાર:મહાપાલિકામાં સફાઈ કામગારોને ઘરને નામે 1844 કરોડનો ભ્રષ્ટાચાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ દ્વારા શિવસેના, કોંગ્રેસ, રાષ્ટ્રવાદી પર આરોપ

મુંબઈ મહાપાલિકા દ્વારા સફાઈ કામગારો માટેનાં ઘરોની યોજનામાં સત્તાધારી શિવસેનાએ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી સાથે હાથ મેળવીને રૂ. 1844 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોઈ તેની તપાસ રાજ્ય સરકારે કરવી જોઈએ એવી માગણી ભાજપના પ્રદેશ ખજાનચી મિહિર કોટેચા, મહાપાલિકામાં ભાજપના જૂથ નેતા પ્રભાકર શિંદેએ શનિવારે કરી હતી. આ સમયે ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યે, નગરસેવક ભાલચંદ્ર શિરસાટ, વિનોદ મિશ્રા પણ હાજર હતા.કોટેચાએ જણાવ્યું કે મહાપાલિકામાં સત્તા પર આવ્યા પછી શિવસેનાએ અનેક ગેરરીતિ આચરી છે.

મુંબઈના સફાઈ કામગારોને પણ છોડવામાં આવ્યાનથી. આ કામગારો માટે ઘર બાંધવાની યોજનામાં ગેરરીતિ થઈ છે. શિંદેએ જણાવ્યું કે સફાઈ કામગારોને ડો. બાબાસાહેબ આંબેડકર શ્રમસાફલ્ય આવાસ યોજનામાંથી માલિકી હકનાં ઘર મળે એવી માગણી ભાજપના નગરસેવકોએ મહાપાલિકામાં સત્તાધારી શિવસેના પાસે કરી હતી. જોકે સફાઈ કામગારોને માલિકી ઘર આપવાને બદલે આશ્રય નામે યોજના હેઠળ સેવા નિવાસસ્થાનમાં ધકેલવાની તજવીજ ચાલી રહી છે.

સફાઈ કામગારોને માલિકી હકનાં ઘર આપવાને બદલે આશ્રય યોજનામાંથી ઠેકેદારોનાં ખિસ્સાં ભરવાનું કામ ચાલી રહ્યું છે.1985માં લાડ- પાગે સમિતિએ મુંબઈના સફાઈ કામગારોને હકનાં ઘર આપવાની ભલામણ કરવામાં આવી હતી. આ યોજનામાં બાંધવામાં આવનારા ઘરનો ખર્ચ સરકાર અને મહાપાલિકાએ કરવાનો છે. આ મુજબ પૃથ્વીરાજ ચવ્હાણ મુખ્ય મંત્રી હતા ત્યારે 130 કામગારોને ઘર આપવામાં આવ્યા. ફડણવીસ મુખ્ય મંત્રી હતા.

ત્યારે નવી હાઉસિંગ યોજનાને બદલે ડો. બાબાસાહેબ આંબેડકર શ્રમસાફલ્ય આવાસ યોજનામાંથી જ ઘરો બાંધવાનો નિર્ણય લીધો. જોકે હવે ઠેકેદારોનાં ખિસ્સાં ભરવાનું કામ સત્તાધારીઓ કરી રહ્યા છે. આ યોજના હેઠળ અપાયેલા ઠેકાની તપાસ થવી જોઈએ એવી માગણી મુખ્ય મંત્રી, મુખ્ય સચિવ પાસે કરી હોવાનું શિંદેએ જણાવ્યું હતું.જો સરકાર તપાસ નહીં કરે તો કેન્દ્રીય વિજિલન્સ કમિશનર, લોકાયુક્ત પાસે ફરિયાદ કરીશું અને સમય આવ્યે કોર્ટમાં દ્વાર ખખડાવીશું, એવો ઈશારો વિનોદ મિશ્રાએ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...