તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહારાષ્ટ્રની 18,000 ઈન્ગ્લિશ મિડિયમ સ્કૂલો 25% ફી ઘટાડશે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે કોરોનાથી માતા- પિતા ગુમાવનાર બાળકોને મફત શિક્ષણ અપાશે

કોરોનાથી શિક્ષણ જગતને પણ જબરદસ્ત માઠી અસર પહોંચી છે. ઘણા બધા વાલીઓએ નોકરી ગુમાવી દીધી છે અથવા પગારકાપનો સામનો કરી રહ્યા હોવાથી શાળાની ફી ભરવાનું મુશ્કેલ બની ગયું છે, જ્યારે ઘણા બધા બાળકોએ કોરોનાથી માતા- પિતાને ગુમાવી દીધાં છે તો કોઈએ માતા અથવા પિતાને ગુમાવ્યા છે, જેને લઈ તેમનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. આવા સંજોગોમાં રાજ્યના ઈન્ગ્લિશ સ્કૂલ ટ્રસ્ટીઝ એસોસિયેશન (મેસ્ટા) એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને લઈને ઊભી થયેલી વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખતાં મેસ્ટા દ્વારા અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ફીમાં 25 ટકાનો ઘટાડો કરવાનું નક્કી કર્યું છે.

આ નિર્ણયથી રાજ્યની 18,000 ઈન્ગ્લિશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે રાહત થઈ છે. ઉપરાંત મેસ્ટાએ કોરોનાથી જે વિદ્યાર્થીઓએ માતા- પિતા બંનેને ગુમાવી દીધા હોય તેમને મફત શિક્ષણ આપવાનો પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

મહામારીને લીધે અનેક નાગરિકોએ નોકરી ગુમાવી દીધી છે, જેને લીધે પરિવારો આર્થિક ભીંસમાં આવી ગયા છે. આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને વાલીઓને થોડી રાહત થાય તે માટે ઈન્ગ્લિશ મિડિયમ શાળાઓએ ફીમાં 25 ટકા ઘટાડો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

પૂર્વપ્રાથમિક ભણતરને અસર
બીજી બાજુ વાલીઓ હવે પૂર્વ-પ્રાથમિક ટાળીને તેમના બાળકોને સીધા પ્રાથમિક સ્કૂલમાં પ્રવેશ આપવાનો આગ્રહ કરી રહ્યા છે. ઉપરાંત રાજ્યમાં મહામારી ફાટી નીકળી અને ત્યાર બાદ લોકડાઉનને કારણે સ્કૂલો પણ બંધ થતાં શિક્ષણ પ્રક્રિયામાં અવરોધ પેદા થયો હતો. આમાં ખાસ કરીને બેથી છ વર્ષના બાળકો ભણે છે તે પ્રીસ્કૂલ શિક્ષણને સૌથી વધુ અસર થઈ છે. અનેક ખાનગી પ્રીસ્કૂલો બંધ થઈ ગઈ છે, કારણ કે તેમનેશિક્ષકોના પગાર અને બહુ ઓછી નોંધણીને લીધે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ પરવડતો નથી. આથી પૂર્વપ્રાથમિક ભણતરને સૌથી માઠી અસર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...